Homeગુર્જર નગરીચૂંટણી વચ્ચે દારુની રેલમછેલ, ગાંધીનગર LCBની ટીમે વૈભવી બંગલામાંથી અંદાજે 500 પેટી...

ચૂંટણી વચ્ચે દારુની રેલમછેલ, ગાંધીનગર LCBની ટીમે વૈભવી બંગલામાંથી અંદાજે 500 પેટી દારુ પકડતા ખળભળાટ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા વૈભવી બંગલામાં દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોટા પ્રમાણમાં દારુ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે બંગલામાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો પોલીસ બેડામાં ગણગણાટ પણ શરૂ થવા માંડ્યો છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

એલસીબીની ટીમે આયોજન પૂર્વક બાતમી વાળા બંગલામાં દરોડો પાડયો હતો. જ્યાં અંદરનું દ્રશ્ય જોઈ એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. કેમ કે રૂમમાં વિદેશી દારૃની પેટીઓનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. હાલમાં એલસીબીની ટીમે દારૂની પેટીઓની ગણતરી શરૂ કરી છે. કહેવાઈ રહ્યું છે કે અંદાજીત 480 જેટલી પેટીમાં વિદેશી દારૃના કવાર્ટર છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી ચાલુ છે. એકવાર ગણતરી થઈ ગયા પછી પેટીઓનો ચોક્ક્સ આંકડો જાણવા મળશે. જો કે પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ કોઈ રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવા માટે દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઉતાર્યો હોવો જોઈએ.

આ અંગે એલસીબીનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવી છે. જેને અડાલજ ખાતે અંબિકા ટાયરની દુકાન હોવાની વિગતો મળી છે. બંને આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ઘરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments