Team Chabuk-Sports Desk: મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવીને સૌરાષ્ટ્રની ટીમે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) પર કબજો મેળવ્યો છે. સૌરાષ્ટ્રના ઓપનર બેટર શેલ્ડન જેક્સને અણનમ 133 રન ફટકારી સૌરાષ્ટ્રને શાનદાર જીત અપાવી. મેચમાં મહારાષ્ટ્રની ટીમ તરફથી સદી ફટકારનારા ઓપનર બેટર ઋતુરાજ ગાયકવાડની સદી એળે ગઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલનો રંગ જામ્યો હતો.
વિજય હજારે ટ્રોફી ભારતની સૌથી મહત્વની ટુર્નામેન્ટ ગણવામાં આવે છે. આ ટુર્નામેન્ટ થકી ભારતીય ક્રિકેટ ટીમને શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ પણ મળે છે. મહારાષ્ટ્રને સરળતાથી 5 વિકેટે હરાવીને બીજીવાર વન ડે ક્રિકેટમાં ભારતની મુખ્ય ટુર્નામેન્ટના ખિતાબને પોતાને નામે કર્યો છે. સૌરાષ્ટ્ર માટે શેલ્ડન જૈક્સને ધમાકેદાર સદી મારી હતી.
સૌરાષ્ટ્રની ટીમે પહેલા બોલિંગમાં અને પછી બેટિંગમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યુ હતુ. આ ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન એ આ મેચમાં શાનદાર સદી મારી હતી. આ જ ટીમના ઓલરાઉન્ડર ચિરાગ જાની એ મહારાષ્ટ્ર સામે હેટ્રિક પણ લીધી હતી. મહારાષ્ટ્રની ટીમે 248 રનનું લક્ષ્ય આપ્યું હતું જેનો પીછો કરતા સૌરાષ્ટ્રની ટીમે 47 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
સૌરાષ્ટ્રની ટીમને છેલ્લી 10 ઓવરમાં 57 રનની જરૂર હતી અને હાથમાં 5 વિકેટ હતી. તેવામાં જૈક્સન અને ચિરાગે શાનદાન પ્રદર્શન કર્યું. છેલ્લે 47મી ઓવરના પહેલાં બે બોલ પર છગ્ગો અને ચોગ્ગો ફટકારી જૈકસને સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું. આમ, સૌરાષ્ટ્ર તરફથી ભાવનગરના શેલ્ડન અને ચેતન બંનેએ મેચમાં તરખાટ મચાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
