Homeગુર્જર નગરીગાંધીનગરમાં કારની નજીક આવી માવો આપવાનું કહેતા દુકાનદારે ગ્રાહકને ‘માવાપાક’ ચખાડ્યો

ગાંધીનગરમાં કારની નજીક આવી માવો આપવાનું કહેતા દુકાનદારે ગ્રાહકને ‘માવાપાક’ ચખાડ્યો

Team Chabuk-Gujarat Desk: માવા પ્રત્યેના અપરંપાર અનુરાગને લઈ ધીંગાણા થઈ જાય એ વાત કંઈ જૂની નથી, આવી ઘટનાઓ સમાચારમાં આવતી પણ નથી, જોકે રાજધાની ગાંધીનગરમાં માવો દેવા બાબતે બબાલ થઈ ગઈ હતી. અહીં એક યુવક કારમાં આવ્યો હતો અને માવો માગ્યો હતો. તેણે દુકાનદારને માવો કારની નજીક આવી જઈ આપવાનું કહ્યું હતું અને ગાળો બોલી હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને દુકાનદારે ગ્રાહકને માવાપાક ચખાડ્યો હતો. જોકે બીજી ફરિયાદમાં ગ્રાહકે માવો નહીં સિગરેટ માગી હતી અને નશાની હાલતમાં અપશબ્દો બોલ્યા હોવાની નોંધાઈ છે. કોણ સાચું કોણ ખોટું એ તો પોલીસ નક્કી કરશે, પણ આમને-સામનો નોંધાયેલી ફરિયાદ વાંચી લો.

ગ્રાહકનો પક્ષ

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પાટનગર ગાંધીનગરમાં ચંન્દ્રાલામા જલસા કેફે આવેલી છે. આ અંગેની ફરિયાદ વિનોદ પટેલે નોંધાવી છે. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે રાતના સમયે તેઓ પોતાની કારને લઈ જતા હતા. જ્યાં જલસા કાફે હોટલ પાસે ગયો હતો અને માવો માગ્યો હતો. પાર્લરમાં જીલ પટેલ બેઠો હતો. એણે ગાળો ભાંડી હતી અને કારમાં બેસેલા યુવકને નીચે ઉતરવાનું કહ્યું હતું. વિનોદ પટેલે પૂછ્યું હતું કે ગાળો શા માટે બોલે છે? બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે વિનોદ પટેલ પોતાની કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો. આગળ ઢાબા પર વિનોદ જમવા ગયો જ્યાં કેટલાક લોકોએ આવી તેની કારના કાચને તોડી નાખ્યો હતો. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે કાનપુર પાટીયા પાસે પણ મારામારી કરી સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા.

દુકાનદારનો પક્ષ

સામેના પક્ષે જીલ પટેલની ફરિયાદ મૃગાબહેને નોંધાવી છે. જીલ જલસા કાફેમાં બેઠો હતો ત્યારે એક ભાઈએ કારમાંથી બેઠા બેઠા સિગરેટ માગી હતી. જીલે કહ્યું હતું કે કારમાંથી ઉતરી અહીં આવી લઈ લો. એ સમયે વિનોદે જીલને કહ્યું હતું કે તારે બહુ બોલવાનું નથી, તું મને ઓળખતો નથી. તેણે અપશબ્દો બોલ્યા હતા. કારની નીચે ઉતરી હોટલમાં આવી ગયો હતો. ફરિયાદમાં લખાવવામાં આવ્યું છે કે તે નશાની હાલતમાં હતો. હોટલમાં ચાકુ બતાવી કહ્યું હતું કે આજે તો તને મારી જ નાખીશ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments