Homeગુર્જર નગરીજૂનાગઢ: વંથલી તાલુકાના ભાજપ પ્રમુખને કામ ન થવા દેતા હોય તેવા આક્ષેપ...

જૂનાગઢ: વંથલી તાલુકાના ભાજપ પ્રમુખને કામ ન થવા દેતા હોય તેવા આક્ષેપ સાથે પિતા-પુત્રએ ઢીબી નાખ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરના વંથલી તાલુકાના ભાજપ પ્રમુખને ઢીકાપાટુનો માર પડ્યો છે. અહીં પાલિકાના મહિલા સભ્યના પતિ અને તેના પુત્રએ, ‘અમારા પાલિકાના કામમાં કેમ વિરોધ કરો છો? અને કામો કેમ થવા દેતા નથી ? શહેર ભાજપ પ્રમુખમાંથી રાજીનામું આપી દે નહીંતર મારી નાખીશું.’ જેવી ધમકી આપી હતી. હાલ હુમલાખોર પિતા અને પુત્રની વિરૂદ્ધ શહેર ભાજપ પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વંથલીના ભણાવાવ ચોકમાં વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવા ગઈકાલે સવારે રબારીવાડાના નાકા પાસે આવેલ એક દુકાને અખબાર વાંચવા માટે ઊભા હતા. એ સમયે વંથલી નગરપાલિકાના સભ્ય ઝાંઝીબહેનના પતિ રૂડાભાઈ રાણાભાઈ હુણે આવી દિવ્યેશભાઈને કહ્યું હતું કે, અમારા પાલિકાના કામમાં કેમ વિરોધ કરો છો? અને કામો કેમ થવા દેતા નથી ?

દિવ્યેશભાઈએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, હું પાલિકાનો સભ્ય નથી અને હું કામ ક્યાં રોકાવવા આવ્યો. જવાબ સાંભળી રૂડાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રમુખને ગાળો ભાંડવા લાગ્યા હતા. દિવ્યેશભાઈએ તેમને ગાળો ન આપવાનું કહ્યું હતું. એ સમયે તેમનો પુત્ર જગદીશ ઉર્ફ જગો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને દિવ્યેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો.

દિવ્યેશભાઈ મારા ખાધા બાદ ત્યાંથી જતા હતા ત્યારે પિતા પુત્રએ ધમકીભર્યાં સૂરે કહ્યું હતું કે રાજીનામું આપી દે જે નહિતર પાછો મળીશ ત્યારે જાનથી મારી નાખીશું. હાલ વંથલી તાલુકાના ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈએ હુમલાખોર રૂડા અને જગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વંથલી શહેરમાં ચકચાર જગાવનારી આ ઘટનાની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments