Homeગુર્જર નગરીરશિયાની લાડી અને જર્મનીના સાયબાએ હિંમતનગરમાં હિંદુ રિવાજ મુજબ લગ્ન કરી કહ્યું,...

રશિયાની લાડી અને જર્મનીના સાયબાએ હિંમતનગરમાં હિંદુ રિવાજ મુજબ લગ્ન કરી કહ્યું, ‘અહીં ઘર કરતા પણ વધારે મજા આવે છે.’

Team Chabuk-Gujarat Desk: જર્મનીના એક વ્યક્તિએ ગુજરાતમાં પોતાની રશિયન પ્રિયતમાની સાથે હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યાં. આ બેઉંના લગ્ન હવે ભારતીય મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રવિવારના રોજ હિંમતનગર જિલ્લાના સરોદિયા ગામમાં ક્રિસ મુલર અને જુલિયા ઉખ્વાકાતિનાના લગ્ન થયા હતા. એમના વિવાહ પ્રસંગે આખું ગામ ઉમટ્યું હતું.

બંનેએ હિંદુ રીતિ રિવાજ મુજબ વેવિશાળ કર્યાં હતા. વર ક્રિસ મૂલરે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે તેને અમીરોની માફક જિંદગી વિતાવવાનો શોખ હતો. એ એક ધનિક જર્મન વેપારીનો પુત્ર છે. જર્મની અને સિંગાપુર ખાતે આવેલી કંપનીનો સીઈઓ પણ છે. એ 23 વર્ષનો હતો જ્યારે તેની પાસે બધું જ હતું. એક આલિશાન ઘર, મોંઘી કાર, ખૂબ પૈસા, આમ છતાં મન ઉદાસ રહેતું હતું. એ પછી તેણે એક સ્પોર્ટ્સ કાર ખરીદી અને વિશ્વની યાત્રા પર નીકળી ગયો.

કેટલાય દેશમાં પ્રવાસ કર્યા બાદ તેની મુલાકાત રશિયાની રહેવાસી જુલિયા ઉખ્વાકાતિના નામની મહિલાની સાથે થઈ. એ એક યોગા ટ્રેનર છે. વિયતનામમાં આ બંનેની મુલાકાત થઈ હતી. ક્રિસે વિશ્વના દરેક મહાદ્વિપની યાત્રા કરી છે. જોકે તેને ભારતની સભ્યતા અને સંસ્કૃતિ અનહદ પસંદ છે. ભારતને તેણે વિવાહના સ્થળ માટે એટલે પસંદ કર્યું કારણ કે અહીં તેને તેના ઘર જેવું લાગે છે.

ક્રિસે કહ્યું કે, ‘મને મારા દેશમાં પણ ભારત જેવો અનુભવ નથી થતો. ભારત એક ધાર્મિક સ્થળ છે અને મને અહીં રહેવું ખૂબ જ પસંદ છે.’ વર્ષ 2019માં તેઓ ગુજરાતના સરોદિયા ગામમાં આવ્યા હતા. આ જગ્યાથી તેમને પુષ્કળ પ્રેમ થઈ ગયો. દાદા ભગવાનને ત્યાં શિક્ષા ગ્રહણ કર્યાં બાદ ક્રિસ અને જુલિયાએ નક્કી કર્યું કે તેઓ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે વેવિશાળ કરશે અને આખરે બંને જન્મ જન્મના બંધનમાં બંધાઈ ગયા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments