Homeગામનાં ચોરેસમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેશ, 12 કલાક તરીને બચેલા મંત્રીએ કહ્યું, ‘મારો મરવાનો સમય...

સમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેશ, 12 કલાક તરીને બચેલા મંત્રીએ કહ્યું, ‘મારો મરવાનો સમય હજુ નથી આવ્યો’

Team Chabuk-International Desk: આફ્રિકાના નાના એવા દેશ મેડાગાસ્કરમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ત્યાંના કેબિનેટ મંત્રીએ પોતાનો જીવ બચાવવા માટે સતત 12 કલાક સમુદ્રમાં તરવું પડ્યું હતું. આ સમગ્ર મામલે હાલ રાહતના સમાચાર એ છે કે મંત્રીનો જીવ બચી ગયો છે અને તેમની હાલત સ્થિર છે. 

મેડાગાસ્કરના કેબિનેટ મંત્રી સર્જ ગેલ હેલિકોપ્ટરમાં એ સમયે દુર્ઘટનાનો ભોગ બન્યા જે સમયે તેઓ ઉત્તર-પૂર્વી તટ પર એક જહાજના મુદ્દે પોતાની સાઈટનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. મેડાગાસ્કરમાં પૂર્વોતર તટ પર 130 મુસાફરોને ગેરકાયદે લઈ જતું એક જહાજ ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ 17 લોકોના મોત થયા છે જ્યારે 68 જેટલા લોકો લાપતા થયા હતા. આ બાબતે જ નિરીક્ષણ માટે મંત્રી સહિત બે લોકો હેલિકોપ્ટરમાં ગયા હતા. જો કે, હેલિકોપ્ટર ક્રેશ થતાં તેઓ દરિયામાં પડ્યા હતા અને પોતાનો જીવ બચાવવા માટે સતત 12 કલાક તરવું પડ્યું હતું.

આ મુદ્દે મંત્રીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, હજુ મારા મરવાનો સમય નથી આવ્યો. હા હું ઠંડો જરૂર છું પરંતુ સારો છું. ધ ગાર્ડિયનમાં પ્રકાશીત એક રિપોર્ટ મુજબ મૈરીટાઈમ એન્ટ રિવર પોર્ટ એજન્સી હિંદ મહાસાગરમાં ડૂબેલા કુલ 45 લોકોને બચાવી લેવાયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ફ્રાસિયા નામના જહાજે અહીં જળસમાધિ લીધી હતી.

અન્ય એક રિપોર્ટ મુજબ મૈરીટાઈમ એન્ડ રિવર પોર્ટ એજન્સીના મહાનિદેશક જીન એડમંડ રંદ્રિયનેંટોએ કહ્યું કે, માલવાહક જહાજ સાઉથ ડાયરેક્શનમાં સોનાઈરાના ઈવોંગ તરફ જઈ રહ્યું હતું. જેમાં મુસાફરોને લઈ જવાની મનાઈ છે. શરૂઆતની તપાસમાં એજન્સી માની રહી છે કે, જહાજમાં પડેલા એક કાણાના કારણે દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનામાં હજુ કેટલાક લોકો લાપતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments