Homeગુર્જર નગરીકાગડાને સિંહ ઉપર ભરોસો કરવો ભારે પડી ગયો, પીંછા ખેરી નાખ્યા!

કાગડાને સિંહ ઉપર ભરોસો કરવો ભારે પડી ગયો, પીંછા ખેરી નાખ્યા!

Team Chabuk-Gujarat Desk: ગીરના જંગલના સિંહોના લટાર મારતા, શિકાર કરતા, મસ્તી કરતાં, માનવ વસાહતમાં આવી ચડતાં, રોડ વચ્ચે ડેરો નાખીને બેઠેલા વીડિયો સામે આવ્યા રાખે છે. હવે એક અલગ પ્રકારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સિંહ થોડો મોટો થાય એટલે એને પાઠડા કહેવાય. અહીં પાઠડાઓ કાગડાનો શિકાર કરી રહ્યા છે અને કાગડાની ચપળતા કારગત નથી નીવડી. વાર્તાઓમાં ફુલણજી કાગડો અને ચતુર કાગડો ભલે આવતું પણ અહીં જંગલના રાજાએ તેની સાથે સ્નેહપૂર્વક વર્તન કર્યું અને પછી મોકો મળતા તેના પીંછા ખેરી નાખ્યા. એટલે કે કાગડાનું સ્વાહા કરી નાખ્યું. રામ નામ સત્ય કરી નાખ્યું.

વાઈરલ વીડિયોમાં કાગડાની પાછળ સિંહ છે. એ એને લાડ લડાવી રહ્યો છે. જંગલના રાજાની પ્રિતડી કાગડાને પચી જાય છે અને તે પાંખો હોવા છતાં પોતાની સ્ફૂર્તિનો ઉપયોગ કરી આકાશમાં ઉડી નથી જતો, બલ્કે સિંહની આજુબાજુ જ રહે છે. કદાચ સિંહ તેને મારેત નહીં પણ અન્ય પાઠડાઓ પણ નજીક આવી જતાં, મારો શિકાર કોઈ બીજો લઈ જશે તો…? આ વિચારે રમાડવામાં લીન થયેલા પાઠડાએ કાગડાને સંસારમાંથી તાત્કાલિક મોક્ષ અપાવી દીધો.

આ વીડિયો 52 સેકન્ડનો છે. સિંહ તો આપણા ગિરના જ છે પણ પ્રોપર ક્યાંના છે તેનો ખ્યાલ નથી આવી રહ્યો. એક કુંડ છે. તેની પાછળ મોટી સિંહણ છે અને આગળના ભાગે પાઠડાઓ કાગડાની સાથે મસ્તીમાં લીન છે. કાગડાનો શિકાર થયા બાદ વાતાવરણમાં અન્ય કાગડાઓનું કાગરુદન પણ સાંભળી શકાય છે. જાણે એ મૃતક કાગડાની હાંસી ઉડાવતા હોય કે પછી આર્તનાદ કરતા હોય.

જંગલનો રાજા સિંહ આમ તો હરણ, રોજડા, ભેંસ કે ગાયનો શિકાર કરતો હોય છે, પણ આ કાગડાનો શિકાર કરી તેણે ચોપડીમાં આવતા કાગડાના ચપળતા અને બુદ્ધિચાતુર્યના પાઠને ખોટો ઠેરવી દીધો છે. સિંહ ખરેખર ચાલાક છે અને જંગલી જાનવર કોઈ પણ હોય તેનો ભરોસો ન કરાય. કાગડાને સિંહ પર ભરોસો કરવો ભારે પડ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments