Homeગુર્જર નગરીસુરત: બસમાં 34 લોકો નશાની હાલતમાં ઝડપાયા, 7 વૃદ્ધે પણ ઢીંચ્યો દારૂ,...

સુરત: બસમાં 34 લોકો નશાની હાલતમાં ઝડપાયા, 7 વૃદ્ધે પણ ઢીંચ્યો દારૂ, 21 હજારનો દારૂ અને બસ જપ્ત

Team Chabuk-Gujarat Desk:  દિવાળીનો તહેવાર નજીક છે તેવામાં સુરત શહેરમાં દારૂની રેલમછેલ થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. માત્ર યુવાધન જ નહીં પરંતુ ભક્તિ કરવાની ઉંમરે પણ કેટલાક લોકો ટલ્લી થયેલા ઝડપાયા. શહેરની ઉધના પોલીસે ઉધનાથી દમણ જઇ દારૂ પીને તેમજ બસમાં સાથે દારૂ લાવનારા 34 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે 21 હજારના દારૂ સાથે બસ પણ જપ્ત કરી છે.

ઉધના પોલીસને બાતમી મળી હતી કે, ઉધના ખરવરનગરથી દર રવિવારે ખાનગી બસમાં કેટલાક લોકો દમણ જઈ ત્યાંથી દારૂ લાવે છે. જેના આધારે ઉધના ત્રણ રસ્તા પાસે પોલીસ્ વોચ રાખી હતી. આ દરમિયાન ગુરૂકૃપા ટ્રાવેલ્સની બસ આવતા પોલીસે મુસાફરોનું ચેકિંગ કર્યું હતું. તપાસમાં મુસાફરો દારૂ પીધેલી હાલતમાં જણાતા બસને પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી.બસના ચેકિંગ દરમિયાન પોલીસને દારૂ-બીયરની 21 હજાર રૂપિયા કિંમતની કુલ 86 બોટલ પણ મળી હતી. સાથે બસમાં બેસેલા 34 લોકોએ દારૂ પીધો હતો.

પોલીસે દારૂ પીનારાઓમાં નવનીત જરીવાલા, વિનોદ જરીવાલા, પ્રકાશચંદ્ર બારડોલિયા, હિરાલાલ બારડોલિયા, પ્રવિણ બમ્બુવાલા, વિનોદ રાણા, વિનોદચંદ્ર જયઅંબેવાલા, ભરત જયઅંબેવાલા, પ્રફૂલ જયઅંબેવાલા, પ્રકાશ રાજપુત, ચુનીભાઈ રેશમવાલા, જયંતીભાઈ રાણા, અનીલ ચેવલી, નરેશ બારડોલિયા, અજય જરીવાલા, દિનેશ રાણા, કનૈયા રાણા, મનોજ લાલવાલા, મનીષકુમાર રૂપાવાલા, વિમલ મહાદેવવાળા, રામચંદ્ર ઘંટીવાલા, કલ્પેશ રાણા, શૈલેશ રાણા, વિપુલ પ્રવિણચંદ્ર દેગડાવાલા, સતીષ કાપડિયા, દિવ્યેશ તરોફાવાલા, હેમંત સોલંકી, દેવેન્દ્ર બારડોલિયા, ડેનીશ મહુવાગર, અનિલ રાઠોડ, નિલેશ ભાટલા, દિવ્યેશ રાઠોડ, જીગ્નેશ મહુવાગર અને વિરલ પ્રમોકુમાર વિરુદ્ધ દારૂ પીવાનો ગુનો દાખલ કરીને તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઝડપાયેલા 34 પૈકી 7 આરોપીઓ વૃદ્ધ છે. જેમની ઉંમર 60થી 80 વર્ષ સુધીની છે. આમ, મંદિરે જવાની ઉંમરે તમામને જેલમાં હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments