Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનામાં ગીર ગઢડા રોડ પર આવેલા PM મોદી ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન કરાયું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં Bhootnath Xi Dagachi (ભૂતનાથ ઈલેવન ડગાચી) સામે Jay Ma Mogal & Balaji Xi Bodidar (જય મા મોગલ & બાલાજી ઈલેવન બોડિદર)ની દિલધકડક જીત થઈ. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ એટલી રોમાંચક રહી કે દર્શકો પણ દાંત વડે નખ ચાવતા થઈ ગયા.

ફાઈનલ મેચ Jay Ma Mogal & Balaji Xi Bodidar અને Bhootnath Xi Dagachi વચ્ચે રમાઈ. Bhootnath Xi Dagachiએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા Jay Ma Mogal & Balaji Xi Bodidarએ 10 ઓવરમાં સ્કોર બોર્ડ પર 163 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો અને Bhootnath Xi Dagachiને 164 રનનું લક્ષ્ય આપ્યું. Bhootnath Xi Dagachiએ પણ લક્ષ્યનો પીછો કરવામાં પોતાની તમામ તાકાત લગાવી દીધી અને 10 ઓવરના અંતે માત્ર 4 રનથી હાર્યું. એટલે જ ગ્રાઉન્ડ પર હાજર તમામ લોકો છેલ્લી ઓવર સુધી એ જ નક્કી ન કરી શક્યા કે આખરે જીત કોની થશે?

Jay Ma Mogal & Balaji Xi Bodidar તરફથી હાર્દિક પટેલે હવાઈ ફાયર જેવી બેટિંગ કરી. હાર્દિકે 35 બોલ પર 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 254ની સ્ટ્રાઈક રેટથી 89 રન ફટકાર્યા. આ ઉપરાંત લાલો 5 રન, રોહન ઝનકાટ 23 રન, ગૌરાંગ પટેલ 24 રન અને જોગીરાજસિંહ રાણાએ 7 રનનું યોગદાન આપ્યું. Bhootnath Xi Dagachi તરફથી બોલિંગ કરતા શેખ સોહિલ મેન્ડિસ, રાજદીપસિંહ ચાવડા અને સોલંકી સુમિતે 1-1 વિકેટ ઝડપી.
લક્ષ્યનો પીછો કરતા Bhootnath Xi Dagachiએ ‘શક્તિમાન પ્રદર્શન’ કર્યું. Bhootnath Xi Dagachi તરફથી સોલંકી સુમિતે 292ની સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 75 રન ફટકાર્યા. આ ઉપરાંત ટીપુ સુલતાન નામના બેટરે 13 બોલ પર 29 રન , રાજ જાડેજાએ 10 રન, નિલુભા રાજપુતે 14 રન , ભદ્રેશ દીવએ 7 રન અને ચાવડા ચંદ્રેશ (ચંદુ)ના 1 રનની મદદથી ટીમનો સ્કોર 159 રન સુધી પહોંચ્યો.

છેલ્લી ઓવરમાં Bhootnath Xi Dagachiને 21 રનની જરૂર હતી. જેમાં નિલુભા રાજપુતે જયરાજસિંહ ચૌહાણને પહેલા બોલ પર જ ડિપ મીડ વિકેટ પર ગગનચુંબી છગ્ગો ફટકાર્યો. જો કે, ત્યારબાદ જયરાજસિંહે કમબેક કર્યું અને પોતાની ટીમને ઓવરના અંતે 5 રનથી વિજયી બનાવી. Jay Ma Mogal & Balaji Xi Bodidarની જીત થતા ગ્રાઉન્ડ પર તેમના સમર્થકોએ દોટ મુકી અને જીતનો જશ્ન બનાવ્યો.
ફાઈનલ મેચમાં વિજેતા ટીમને 55,555 અને રનર અપ ટીમમને 35,555 રૂપિયાનો ચેક તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી. ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલરનો ખિતાબ સેમિફાઈનલમાં હારેલી ટીમ પ્રયાગરાજ 11ના પ્રદીપભાઈને મળ્યો. જ્યારે પ્રયાગરાજ 11ના જ નિલેશ સિંહ ગોહિલ (સ્ટેન)ને બેસ્ટ બેસ્ટમેનનો ખિતાબ એનાયત કરાયો.
ટુર્નામેન્ટ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. જેમાં કુલ 72 ટીમએ ભાગ લીધો હતો. તમામ મેચ રસપ્રદ રહી. તમામ મેચમાં ગ્રાઉન્ડમાં દર્શકોની સંખ્યા પણ એટલી જ રહી. એટલે આયોજકોની સાથે સાથે ટુર્નામેન્ટને સફળ બનાવવામાં દર્શકોએ પણ એટલે જ સાથ આપ્યો.

સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન નારણ વાજા, અશ્વિન સોલંકી, વિજય ડાંગોદરા અને નિરવ વઘાસિયાએ કર્યું હતું. ટુર્નામેન્ટ શરુ થયા પહેલાથી જ તમામ આયોજકોએ તનતોડ મહેનત કરી. લાઈટ ફિટિંગથી લઈ ટિમને એકઠી કરવી અને રોજ 3 મેચ રમાડવી અને મેચના નિર્ણયો પારદર્શક રાખવા ખુદ અમ્પાયરિંગ કરવા જેવી નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખ્યું.
ફાઈનલ મેચમાં ટુર્નામેન્ટના આયોજકોના આમંત્રણને માન આપી મુખ્ય અતિથિ તરીકે DySP મહાદેવ ચૌધરી સાહેબ, ઉના પોલીસ સ્ટેશનના PI ચૌહાણ સાહેબ તેમજ ઉનાના ધારાસભ્યના પુત્ર વિજય રાઠોડ, ઉના ભાજપના અગ્રણી સંજય બાંભણિયા, , મિતેશ શાહ, કાળુભાઈ ડાંગોદરા તેમજ નગરપાલિકાના સભ્ય રાધેભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રકાશ ટાંક, ઉના RSSના પ્રમુખ અતુલ વાઘેલાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
ટુર્નામેન્ટના કોમેન્ટેટર કાનભાઈ, ઈલિયાસ અને મગનભાઈ ડાભીએ રસપ્રદ કોમેન્ટરી કરી દર્શકોનું અને ટીમનું મનોરંજન કર્યું. આમ, ગીર સોમનાથ ચેમ્પિયન્સ લીગ તમામ પાસાઓમાં સફળ રહી.
(તમારા આસપાસના વિસ્તારોની આવી જ રસપ્રદ માહિતી માટે અમારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પેજને લાઈક કરો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત