Homeગુર્જર નગરીગીર સોમનાથઃ વેરાવળમાં વિપ્ર યુવતી પર છરી વડે ઘાતક હુમલો કરનાર પ્રેમીની...

ગીર સોમનાથઃ વેરાવળમાં વિપ્ર યુવતી પર છરી વડે ઘાતક હુમલો કરનાર પ્રેમીની ધરપકડ

શૈલેષ નાઘેરાઃ રાજ્યમાં દિવસે ને દિવસે મહિલાઓ પરના હુમલાઓ વધી રહ્યા છે. સરાજાહેરમાં યુવતીઓની હત્યા અને છેડતીની ઘટનાઓ જોતાં લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. આવી જ એક વધુ ઘટના ગીર સોમનાથ જિલ્લામાં બની છે. ગીર સોમનાથના વેરાવળના પોશ વિસ્તારમાં હીંચકારી ઘટના બની છે. ઘરમાં એકલી રહેલી યુવતી પર પ્રેમીએ હિંસક હુમલો કર્યો છે. યુવકે યુવતીને છરી વડે ઈજા પહોંચાડી છે અને ઘટના સ્થળેથી યુવક નાસી છૂટ્યો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હુમલાખોર યુવકને ઝડપી પાડ્યો છે.

ઘરમાં જે સ્થળ પર યુવતી પર હિંસક હુમલો કરવામાં આવ્યો ત્યાંથી જ એક હથોડી અને એસિડની બોટલ પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જેથી કહી શકાય કે હુમલાખોર પ્રેમી યુવતી પર એસિડ એટેક કરવાના ઈરાદા સાથે આવ્યો હતો. 22 વર્ષીય વિપ્ર યુવતી હુમલામાં ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ ઘટના વેરાવળના ટાગોર-2 સોસાયટીમાં બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે તુરંત જ હુમલાખોર યુવકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ઘાતક હુમલો કરનાર પ્રેમી યુવક યશ કારીયાને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે યુવતી પર હુમલો કરનાર યુવક યશ બિપિનભાઈ કારીયા છેલ્લા અમુક વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. જો કે પ્રેમ સંબંધમાં અણબનાવ થતા ઉશ્કેરાટમાં આવી જઈ યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. યુવતીએ બચવા માટે બૂમો પાડતા આસપાસમાંથી લોકો પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવાઈ હતી. હાલ યુવતીની હાલત સ્થિર છે.

જો પોલીસ તપાસમાં ટેક્નિકલ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપી યુવક અને ભોગ બનનાર યુવતીના મોબાઈલ સહિતની ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સ્ફોટક રહસ્યો પરથી પડદો ઉચકાવાની સંભાવના લોક મુખે ચર્ચાઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments