Homeગુર્જર નગરીધારાસભ્યની જેમ સરપંચને પણ પગાર મળવો જોઈએઃ મધુ શ્રીવાસ્તવ

ધારાસભ્યની જેમ સરપંચને પણ પગાર મળવો જોઈએઃ મધુ શ્રીવાસ્તવ

Team Chabuk-Political Desk: વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ એક કાર્યક્રમમાં આવેલા નિવેદનને લઈ ચર્ચામાં છે. આજવામાં યોજાયેલા એક કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ધારાસભ્યની જેમ સરપંચને પણ વેતન મળવું જોઈએ. તેમની આ વાતને સરપંચોએ પણ સમર્થન આપ્યું છે.

એટલું જ નહીં તેમણે કહ્યું કે, જો સરપંચને વેતન મળશે તો જ વિકાસના કામ થશે અને તો જ ભ્રષ્ટાચાર અટકશે. એટલું જ નહીં તેમણે એ પણ દાવો કર્યો છે કે, આ મુદ્દ મે અગાઉ સરકારમાં રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે,  વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીએ આજવામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મધુ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.

મધુ શ્રીવાસ્તવે શું કહ્યું ?

સરકારમાં રજૂઆત કરી દીધી છે. પહેલાં પણ મે રજૂઆત કરી છે. કે ભાઈ….ધારાસભ્યને વેતન મળે છે. ધારાસભ્યને 1 લાખ રૂપિયા વેતન મળે છે દર મહિને.. તાલુકાના ચૂંટાયેલા હોય, સરપંચ શ્રીઓ હોય એમને કોઈ વેતન નથી મળતુ. પહેલું… જો ખરેખર સરકારમાં રજૂઆત કરી મે.. કે જે સરપંચ બને એ સરપંચને દર મહિને 25 હજાર રૂપિયા વેતન મળવું જોઈએ તો જ વિકાસના કામ થાય… તો જ કરપ્શન બંધ થાય.. એ રજૂઆત મેં સરકારમાં કરી છે. સરકારમાં છુ હજુ પણ વિધાનસભા આવી રહી છે.. એ વિધાનસભામાં પણ બોલવાનો છું હું કે આપણી ભારતીય જનતા પાર્ટી સરકારે વચેટિયાને કાઢી નાખ્યા છે. તો વચેટિયાને કાઢી નાખ્યા એ વાત તો સાચી છે પણ જે ખરેખર ચૂંટાયેલો પ્રતિનિધિ સરપંચ ચૂંટાયો હશે.. એના ઘરે અધિકારી જવાના.. એના ઘરે ગામના લોકો જવાના.. કંઈ નહીં તો અડધો કપ ચા તો પીવડાવવી કે નહીંં પણ પૈસા જ ન હોય તો શું ચા પીવડાવવાની ?

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments