શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના નવાબંદર ગામની મહિલાએ જાખરવાડા ગામાં રહેતા અને બે સંતાનોના પિતા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, આરોપીએ તેને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું છે.
યુવતીએ આરોપ લગાવયો છે કે, યુવકે છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન યુવતીને દીવ, દેલવાડા ગેસ્ટ હાઉસ, અમદાવાદ, માઉટ આબુ સહિતના જુદા-જુદા સ્થળે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા છે. જ્યારે મહિલાને જાણ થઈ કે યુવક પરણિત છે અને તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે ત્યારે યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નવાબંદર ગામની અને હાલ ભીંગરણ રહેતી 20 વર્ષીય યુવતી દોઢેક વર્ષ પહેલાં મજૂરી કામે જતી હતી ત્યારે રીક્ષામાં તેને ઝાખરવાડાનો યુવક મળ્યો હતો. ઝાખરવાડાનો યુવક પણ રીક્ષામાં નવાબંદર સુધી આવતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો ને પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
ત્યારબાદ યુવક અને યુવતી રોજ ફોનમાં વાતચીત કરવા લાગ્યા હતા. દરમિયાનમાં યુવક યુવતીને દીવ લઈ ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ બાદ બંને વચ્ચે મળવાનું ચાલુ રહ્યું હતું. આરોપ છે કે, આ સમયગાળા દરમિયાન યુવક યુવતીને દેલવાડાના શીવમ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને લગ્ન કરવાની લાલચ આપી ફરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે વારંવાર શરીર સંબંદ બાંધ્યા પછી યુવકે યુવતીને લગ્ન કરવાના બહાને ઊના બસ સ્ટેશને બોલાવી હતી. યુવતી ઉના પહોંચતાં યુવક તેને અમદાવાદ, માઉન્ટ આબુ વગેરે સ્થળે લઈ ગયો હતો. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
