Homeગુર્જર નગરીસુરતમાં સગીર પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનારા દોષિતોને વિશેષ કોર્ટે આ સજા...

સુરતમાં સગીર પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનારા દોષિતોને વિશેષ કોર્ટે આ સજા ફટકારી

Team Chabuk-Gujarat Desk:  સુરતમાં વર્ષ 2012માં સગીર પર સૃષ્ટી વિરુદ્ધના કેસમાં દોષિત ઠરેલા ત્રણ આરોપીન પોક્સો કેસોની વિશેષ અદાલતના જજ દિલીપ પી.મહીડાએ 10 વર્ષની સખદ કેદ અને 25 હજાર દંડનો હુકમ કર્યો છે આરોપી જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો કોર્ટે નિર્દેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012ના વર્ષમાં સુરતમાં રહેતા 13 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય થયુ હોવાની ફરિયાદ થઇ હતી. આ કેસમાં સદ્દામ હુસેન શોકતઅલી શેખ (ઉ.27, રહે. ઉધના) અને રાકેશ દેવનારાયણ પોદ્દાર (ઉ. 27, રહે. ઉધના) નામના આરોપી વિરુદ્ધ 13 વર્ષીય કિશોરને રાત્રિ દરમિયાન ખાડી કિનારે લઇ જઇ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચર્યં હતું. ત્યારબાદ આ વાતની જાણ થતાં મોહમંદ સમશેર જિક્કા વાજીદઅલી શેખ (ઉ.27રહે. ઉધના) નામના આરોપીને જાણ થતાં તેણે પણ બાળકને ધમકાવીને સૃષ્ટિ વિરુદ્વનું કૃત્ય આચર્યું હતું.

બાળક પર એ હદે અત્યાચાર થયો હતો કે, તેને પેટમાં સખત દુખાવો થઈ ગયો હતો તેમજ મળ માર્ગેથી લોહી પડવા લાગ્યું હતું. જેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગેની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતો પછી કોર્ટે ત્રણે આરોપીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2021ની કલમ-3 (એ) 5 (જી) 4,6 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં દોષી ઠેરવ્યા હતા.

ADV

ત્યારબાદ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 25,000 રુપિયાનો દંડ અને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.આમ હવે આ કેસમાં ત્રણે હવસખોર આરોપી દસ વર્ષ સુધી જેલમાં જ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments