Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત વહિવટી પ્રક્રીયામાં પારદર્શિતા લાવવા અને લોકોને ઘર આંગણે જ વિવિધ સરકારી સેવા-યોજનાઓનો લાભ મળી રહે તેવા આશય સાથે ગીર-સોમનાથ જિલ્લામાં આજે તા.૨૨ ઓકટોબરના રોજ ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લાના આ પ્રથમ સેવાસેતુ વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવશે. જેનો સવારે ૦૯:૦૦ કલાકેથી પ્રારંભ થશે. આ સેવાસેતુમાં નાગરિકો ૫૬ જેટલી પ્રજાલક્ષી સેવાઓનો લાભ મેળવી શકાશે.

ગીર-સોમનાથ જિલ્લામાં યોજાનાર ૭માં તબક્કાના સેવાસેતું કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટર દ્વારા સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના છેવાડાના માનવીને આ કાર્યક્રમનો લાભ મળી શકે અને લાભાર્થીઓના પ્રશ્નોનો ત્વરીત નિકાલ થાય તેવી વ્યવસ્થા અને તકેદારી રાખવા માર્ગદર્શનની સાથે દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં અધિક કલેકટર શ્રી લીંબાસીયા, પ્રાંત અધિકારી શર્યુબેન ઝણકાટ, જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવાસેતુમા સામાન્ય વહીવટ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, નાણાં, બંદરો અને વાહન વ્યવહાર, મહેસુલ, સામાજિક અને ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની સેવાઓનો લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તેમજ લાભાર્થીઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત