Team Chabuk-Gujarat Desk: અત્યાર સુધી આપણે A,B,O અને AB એમ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યુ છે. જો કે, દેશમાં એક એવા બ્લડ ગ્રુપની ઓળખ થઈ છે જે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રુપનું નામ છે EMM નેગેટિવ ગ્રુપ. આ બ્લડ ગ્રુપવાળી વ્યક્તિ ગુજરાતની છે. 65 વર્ષીય રાજકોટવાસીના શરીરમાં ‘EMM નેગેટિવ’ બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. રાજકોટની આ વ્યક્તિને હાર્ટ સર્જરી કરાવવાની હતી. પરંતુ કોઈનું બ્લડ મેચ ન થતાં સર્જરી થઈ શકી નહોતી. ત્યાર બાદ તેમનું મૃત્યું થઈ ગયું હતું. આ બ્લડ ગ્રુપ ધરાવતી દુનિયાની 10મી વ્યક્તિ છે.
વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકારના અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર હોય છે. જેમ કે, એ, બી, ઓ, આરએચ અને ડફી. પરંતુ સામાન્ય રીતે ચાર બ્લડ ગ્રૂપ જ ગણવામાં આવે છે. ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું ૪૨મું બ્લડ ગૃપ માનવામાં આવે છે. એક્સપર્ટસનું માનીએ તો, આ બ્લડ ગૃપના લોકોમાં જોવા મળે છે. જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત મળી આવે છે. EMM બ્લડ ગ્રૂપવાળા શખ્સ ન તો કોઈને રક્ત દાન કરી શકે છે, ન તો કોઈનું રક્ત લઈ શકે છે.
વિશ્વભરમાં ડોક્ટરો અને મેડિકલના નિયમોને આધારે આ વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી છે. દુર્લભ EMM નેગેટિવ બ્લડ ગ્રુપનો ભારતનો આ પહેલો કિસ્સો છે. તેમજ નવી બ્લડ ગ્રુપ સિસ્ટમનું રિસર્ચ ત્રણ ગુજરાતી સહિત ચાર ડૉક્ટરોએ કર્યું છે. ડૉ. રિપલ શાહ, ડૉ. સ્નેહલ સેંજલિયા, ડૉ.સન્મુખ જોશી અને ડૉ.હરિમૂર્તિ.
રાજકોટની 65 વર્ષીય વ્યક્તિના આ બ્લડ ગ્રુપની ઓળખ સુરતમાં થઈ હતી. 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. તેમને લોહીની જરૂર હતી અને જો બ્લડ મળે તો જ હાર્ટ સર્જરી કરાવી શકાય તેમ હતી. પરંતુ સર્જરી કરવા માટે નવું EMM નેગેટિવ લોહી અમારી પાસે નહોતું. આથી તેમની સર્જરી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે બાદમાં આ વ્યક્તિનું અવસાન થઈ ગયું હતું. રાજકોટના જે વ્યક્તિમાં આ ગ્રુપનું બ્લડ મળી આવ્યું છે તેના ભાઈના શરીરમાં પણ આ ગ્રુપનું બ્લડ છે.
રાજકોટના દર્દીએ રાજકોટમાં જ ત્રણ બ્લડ બેંકમાં બ્લડ સેમ્પલ મોકલ્યું પણ ક્યાય મેચ થયું નહીં. આથી તેઓ અમદાવાદ રિફર થયા હતા. અમદાવાદ શિફ્ટ થયા પછી દર્દીના બ્લડનું સેમ્પલ ત્રણ-ચાર બ્લડ બેંકમાં મોકલ્યું ત્યાં પણ બ્લડ મેચ થયું નહીં. તેમના ભાઈના બ્લડનો ટેસ્ટ કરાયો તો તેનું બ્લડ મેચ થઈ ગયું. પરંતુ માત્ર થોડા જ ફેરફારના કારણે તેમનું બ્લડ ચઢાવી શકાયું નહી. સામાન્ય રીતે આપણા બધામાં EMMનું પ્રોટિન હોય પરંતુ તેમના ભાઈમાં EMM પ્રોટિન નહોતું. એટલે તેમનામાં કુદરતી રીતે EMMના એન્ટિબોડી બન્યા. એના લીધે તેમના ભાઈનું બ્લડ મેચ ન થયું. કારણ માત્ર એટલું કે, નાનકડા પ્રોટીનમાં ફરક પડી ગયો હતો.
આ સમગ્ર મુદ્દે ડૉ. રિપલ શાહે કહ્યું કે, અમારી રીતે પ્રયાસો કર્યા પણ શક્ય ન બન્યું એટલે અમે સુરતના ડો.સન્મુખ જોશી સાહેબનો સંપર્ક કર્યો. પરંતુ જોશી સાહેબથી પણ ન થતા સેમ્પલ ન્યૂયોર્ક મોકલ્યું હતું. ન્યૂયોર્કમાંથી રિપોર્ટ આવ્યો કે, આ વ્યક્તિ EMM નેગેટિવ વ્યક્તિ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
