Homeગુર્જર નગરીશ્રમ ક્ષેત્રમાં રાજ્યમાં કુલ શ્રમિકો પૈકી ૪૬ % મહિલાઓનું પ્રશંસનીય યોગદાન

શ્રમ ક્ષેત્રમાં રાજ્યમાં કુલ શ્રમિકો પૈકી ૪૬ % મહિલાઓનું પ્રશંસનીય યોગદાન

Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજ્યના વિકાસમાં મહિલાઓ પણ પુરુષો સાથે ઘર સંસાર સાંભળવાની સાથોસાથ ખભે ખભા મિલાવી વિવિધ ક્ષેત્રે શ્રમદાન આપી રહી છે. જે શ્રમ અને રોજગાર દ્વારા ઈ શ્રમ કાર્ડ માટે શરુ કરાયેલા પોર્ટલ પર થયેલી નોંધણી પરથી ફલિત થાય છે.

ગુજરાતમાં ૨૪ ઓગસ્ટ-૨૦૨૧ થી આજ દિન સુધીમાં ૩૫,૫૩,૭૩૪ મહિલાઓ સહીત ૭૭,૧૩,૭૭૧ લોકો નોંધણી કરાવી ચુક્યા છે.  જેમા ૪૬.૦૭ % મહિલાઓની નોંધણી દર્શાવે છે કે ગુજરાતમાં લગભગ અડધો અડધ મહિલાઓ પુરુષ સમોવડી બનીને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરી રહી છે.

મહિલાઓ મુખ્યત્વે ખેતીવાડી, કન્સ્ટ્રક્શન વગેરે વિભાગ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત લેધર ઇન્ડસ્ટ્રીઝ, એપેરલ, હેન્ડીક્રાફ્ટ એન્ડ કાર્પેટ, જેમ એન્ડ જવેલરી, બ્યુટી એન્ડ વેલનેસ, હેલ્થકેર, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, એજયુકેશન, ફૂડ ઇન્ડસ્ટ્રી સહીત અન્ય ઈન્ડસ્ટીઝમાં પણ મહિલાઓ કુશળતાપૂર્વક સહભાગી બની રાજ્ય અને દેશના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે.

કુલ શ્રમિકો પૈકી ૧૮ થી ૪૦ના વયજૂથમાં સૌથી વધુ ૫૭.૬૩ % નોંધાયેલા છે. તેમજ ૪૦ થી ૫૦ વર્ષની વય જૂથમાં ૨૫.૧૬ અને તેમનાથી વધુ વય જૂથમાં ૧૫.૨૪ % શ્રમિકો નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે તેમનું આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર આપવો જરૂરી છે,  જેથી ભવિષ્યમાં સરકાર દ્વારા મળતા લાભ તેઓને ખાતામાં સીધા જમા થઇ શકે. શ્રમીકનુ અકસ્માતમાં મૃત્યુ કે સ્થાયી વિકલાંગતા અન્વયે રૂ. ૨ લાખ તેમજ આંશિક વિકલાંગતા પર રૂ. ૧ લાખની સહાય પુરી પાડવામાં આવશે.

વિવિધ ક્ષેત્રે મહિલા શ્રમિકો તેમના અમૂલ્ય યોગદાન થકી ગુજરાત અને ભારતને વિકાસની નવી ઉંચાઈ  પર લાવવામાં સફળતાપૂર્વક યોગદાન પૂરું પાડી રહી છે, ત્યારે હવે ‘‘મહિલા એટલે માત્ર ગૃહિણી તરીકેની ઈમેજમાંથી બહાર આવી સ્વમાનભેર ઘરપરિવારને ટેકો આપી રહી છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments