Homeગુર્જર નગરીગીર સોમનાથ: નહિ નફા, નહિ નુકસાનના ધોરણે માર્કેટિંગ યાર્ડ દ્વારા શરૂ કરાયેલ...

ગીર સોમનાથ: નહિ નફા, નહિ નુકસાનના ધોરણે માર્કેટિંગ યાર્ડ દ્વારા શરૂ કરાયેલ ભોજનાલયમાં ૯૦ રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળશે

Team Chabuk-Gujarat Desk:  વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેત પેદાશાનું વેચાણ કરવા માટે ખેડૂતોને ભોજન માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જેને નિવારવા કાજલી એ.પી.એમ.સી. દ્વારા ખેડૂતો માટે ભોજન વ્યવસ્થા માટે સહકાર ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂ. ૯૦ના દરે શુદ્ધ-સાત્વિક ગુજરાતી ભોજન ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

Gir Somnath

જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલ અને કાજલી એ.પી.એમ. સી.ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા આ સહકાર ભોજનાલયનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ભોજનાલયમાં સારી બેઠક વ્યવસ્થા સાથે ગુણવત્તા યુક્ત ભોજન ખેડૂતોને મળી રહેશે.

Gir Somnath

માર્કેટિંગ યાર્ડ દ્વારા શરૂ કરાયેલ આ ભોજનાલયમાં ૯૦ રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળશે. જેમાં ત્રણ પ્રકારના શાક અને બુધવારે ખેડૂતોને મીઠાઈ પણ પીરસવામાં આવશે. ત્યારે આ ભોજનાલયનો લાભ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ શ્રમિકો વેપારીઓ અને સોમનાથ આવતા ભાવિકો પણ સહકાર ભોજનાલયમાં લાભ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ભોજનાલય નહિ નફા, નહિ નુકસાનના ધોરણે ચલાવામાં આવશે.

Gir Somnath

આ તકે યાર્ડના ડિરેક્ટર પરેશભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments