Homeગુર્જર નગરીજૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળામાં રાજકોટના વ્યક્તિને કૂહાડી મારનારા ‘શિષ્ય’ને પોલીસે શોધી લીધો, જાણો...

જૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળામાં રાજકોટના વ્યક્તિને કૂહાડી મારનારા ‘શિષ્ય’ને પોલીસે શોધી લીધો, જાણો કોણ છે આરોપી

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળામાં રાજકોટના વ્યક્તિ પર કૂહાડીથી હુમલો કરનારા શખ્સની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું સામે હોવાનો દાવો કરી રહ્યો છે અને મૂળ વાંકાનેરનો રહેવાસી છે.

મેળા દરમિયાન રાજકોટના ભાવિક ઉપર કહેવાતા શિષ્યએ કૂહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હુમલાખોર શખ્સને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના ભવનાથ ખાતે યોજાયેલા શિવરાત્રિના મેળામાં એક સાધુના ધુણાના દર્શન કરી રહેલા રાજકોટના હાર્દિક પંડ્યા નામના યુવક ઉપર અચાનક કુહાડી વડે જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ જૂનાગઢમાં અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા, વાસમ સેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલી માહિતીના આધારે જીવલેણ હુમલો કરનારો દિનેશ સારલા નામના શખ્સની અટક કરી હતી. આરોપી ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું અને વાંકાનેરનો રહેવાસી હોવાનું પ્રાથમીક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આરોપીએ શા માટે હાર્દિક પર જીવલેણ હુમલો કર્યો હતો સાથે જ આરોપી અગાઉથી હાર્દિકને ઓળખતો હતો કે કેમ તે અંગે પણ તપાસ ચાલું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments