Homeગુર્જર નગરીકોરોના મહામારી સામે જાગૃતિ ફેલાવવા ઉનાથી હરિદ્વાર સુધીની 1500 કી.મી.ની યાત્રાએ નીકળશે...

કોરોના મહામારી સામે જાગૃતિ ફેલાવવા ઉનાથી હરિદ્વાર સુધીની 1500 કી.મી.ની યાત્રાએ નીકળશે વૃદ્ધ

Team Chabuk–Gujarat Desk:  ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામના સંતોષ દાસ ગુરૂ ભગવાનદાસે હરિદ્વાર સુધીની અંદાજે 1500 કિલોમીટર સુધીની સાયકલ યાત્રાનો સંકલ્પ કર્યો છે. શનિવારે તેઓ સાયકલ યાત્રા પર નીકળશે. આમ તો તેઓ દર વર્ષે કુંભ મેળામાં સાહી સ્નાન માટે હરિદ્વાર જાય છે પરંતુ આ વખતેનો તેઓનો હરિદ્વાર જવાનો હેતુ શાહી સ્નાન સાથે સાથે મહામારી સામે જનજાગૃતિ ફેલાવવાનો પણ છે.

જનજાગૃતિ ફેલાવવાનો હેતું

સંતોષ દાસની આ સાયકલ યાત્રાનો હેતુ કોરોનાની મહામારી સામે જનજાગૃતિ ફેલાવાનો પણ છે. યાત્રા દરમમિયાન સંતોષ દાસ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ કરશે સાથે પોતે પણ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરશે.

જમવાની વ્યવસ્થા જાતે જ કરશે

સંતોષ દાસ સાથેની વાતચીતમાં તેમણે ટીમ ચાબુકને કહ્યું કે, તેઓ હાઈ-વે ટુ હાઈ-વે જ જવાના છે. કોઈ ગામની અંદરથી જવાના નથી. આ ઉપરાંત તેઓ રસ્તામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરશે. માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરશે. એટલું જ નહીં તેઓ રસ્તામાં કોઈના હાથનું જમવાના પણ નથી. પોતાની જમવાની વ્યવસ્થા જાતે જ કરવાના છે.

સાયકલ યાત્રા કરનારા સંતોષ દાસ ભગવાન ગુરૂ

રોટરી ક્લબ દ્વારા મળનારી રકમ દાનમાં આપશે

સંતોષ દાસે કહ્યું કે, રાજકોટની રોટરી ક્લબ તેમને આ સાયકલ યાત્રાના કિલોમીટર દીઠ એક રૂપિયો આપશે. તેમણે કહ્યું કે, હું જેટલા કિલોમીટર સાયકલ ચલાવીશ એટલા રૂપિયા તેઓ મને આપશે. રોટલી ક્લબ તરફથી મળનારા રૂપિયા હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપીશ. તેમણે કહ્યું કે મારી સાયકલ યાત્રાથી મળનારી રકમ બહું નાની છે પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાખડી. આ સેવાનું કામ છે.

15 દિવસે પહોંચશે હરિદ્વાર

તેઓ ઉનાથી ‘સારા બનો, સારું કરો’ના સૂત્ર સાથે હરિદ્વાર જવા માટે નીકળવાના છે. ઊનાથી  સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, પાલનપુર, આબુ, અજમેર, જયપુર-દિલ્હી બાયપાસ થઈ તેઓ હરિદ્વાર પહોંચશે. હરિદ્વારમા તેઓ નદીમાં ડૂબકી લગાવી વિશ્વ અને ભારત કોરોનાથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરશે. આ ઉપરાંત તેઓ 1500 કિલોમીટર સાયકલ યાત્રા કરી યોગનો પણ પ્રચાર કરશે. ભગવાનદાસ ગુરૂએ કહ્યું કે તેઓ રોજ 100 કિલોમિટરની યાત્રા કરશે અને આરામ કરશે. આમ, 15 દિવસે તેઓ હરિદ્વાર પહોંચી જશે.

51 વર્ષીય વૃદ્ધનો જુસ્સો યુવાનોને શરમાવે તેવો

51 વર્ષીય આ વૃદ્ધનો જુસ્સો યુવાનોને શરમાવે તેવો છે. આજના સમયમાં યુવાનો નજીકમાં માત્ર દૂધ લેવા જવું હોય તો પણ બાઈક લઈ જાય છે. આ વાસ્તવિકતા છે. આ માટે સંતોષ દાસ આવા યુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત છે જેઓ કસરત અને યોગાથી ભાગી રહ્યા છે. કોરોના સામે લડવા માટે ફિટનેસ પણ જરૂરી છે. સંતોષ દાસની આ યાત્રાથી યુવાનોને પણ ફિટનેસનો સંદેશો મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments