- લગ્ન સમારોહમાં 100થી વધુ વ્યક્તિઓ એકઠાં થવા પર પ્રતિબંધ
- રાજકીય , સામાજિક અને અન્ય મેળાવડા પર પ્રતિબંધ
- તમામ સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રહેશે
- જાહેરનામાનો ભંગ કરનારા નાગરિકો શિક્ષાને પાત્ર
Team Chabuk – Gujarat Desk: રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. એવામાં રાજ્ય સરકારે નિયમો વધુ કડક બનાવ્યા છે. તો જિલ્લાઓનું વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે નિયમોને વધુ કડક બનાવી કોરોના સામે લડવાની તૈયારી કરી રહ્યું છે. મહાનગરોમાં કેસ વધતા અન્ય જિલ્લા તંત્રએ પાણી પહેલાં પાળ બાંધી લીધી છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તંત્રએ કડક નિયમો બનાવ્યા છે અને નિયમોનું પાલન કરાવવા સૂચના પણ આપી દીધી છે. જો નાગરિકો આ નિયમોનો ભંગ કરશે તો તેમના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહ પણ થઈ શકે છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005ની કલમ-34 અને ગુજરાત એપેડેમિક ડીસીઝ એકટ-1897 અન્વયેના એપેડેમિક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020ના નિયમ હેઠળ મળેલી સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ અજય પ્રકાશે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.
..તો દંડ થશે
સોમનાથ જિલ્લામાં તારીખ 10 એપ્રિલ 2021થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ અથવા ખુલ્લી જગ્યામાં 100થી વધુ વ્યક્તિઓ એકઠાં નહીં કરી શકાય. લગ્ન પ્રસંગ અને સત્કાર સમારોહમાં કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 7 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડાઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવિડ-19 અંગેની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 30 એપ્રિલ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ અને રવિવારે બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રેહેશે. આ જાહેરનામું 20 એપ્રેલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
સહકારની અપીલ
હાલ ગીર સોમનાથ જિલ્લામા કોરોનાના કેસ વધી રહ્યા છે. પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે નિયમો કડક બનાવાયા છે સાથે જ જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોરોના વિરૂદ્ધની લડાઈમાં તંત્રને સાથ આપે જેથી કરીને કોરોના વાયરસને કાબૂમાં લઈ શકાય. હાલ કોરોના વાયરસ સામે લડવા માટે આપણી પાસે વેક્સિન એક જ મહત્વનું હથિયાર છે. આ ઉપરાંત માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગથી તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું ચુસ્ત પાલન કરીને કોરોનાને દૂર રાખી શકાશે. જો આપણે બેદરકાર બનીશું તો કોરોનાને તેનો લાભ મળી જશે અને આપણે અને આપણા પરિવારને સંક્રમિત કરશે. માટે કોઈ પણ પ્રકારની બેદરકારીથી નાગરિકોએ બચવું પડશે.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત