Team Chabuk-Gujarat Desk: આણંદ બાદ ખેડામાંથી પણ રહસ્યમય ગોળો મળી આવવાની ઘટના સામે આવી છે. ઉમરેઠ, દાગજીપુરા બાદ ચકલાસી નજીક ખેડાના ભુમેલ ગામમાં અવકાશમાંથી ગોળો પડ્યો છે. ભૂમેલ ગામના પૉલ્ટ્રી ફાર્મમાં ગોળો પડતા લોકોમાં કુતુહલ સર્જાયુ છે. આખરે લોકો જાણવા ઉત્સુક છે કે, શું આ પ્રકારના ગોળા આકાશમાંથી પડી રહ્યા છે ? માત્ર ખેડા વિસ્તારમાં જ કેમ આવા ગોળા પડી રહ્યાં છે. આ અવકાશી ગોળાનું શું રહસ્ય છે, લોકો આ ગોળાના એલિયનના પદાર્થ સાથે સરખાવી રહ્યાં છે.
ખેડાના નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગતરાત્રે લગભગ બે અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીંયા ખાબક્યો હતો.મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતા પોલ્ટ્રી ફાર્મમા સૂઇ રહેલા મહેન્દ્રભાઈ પટેલ ભર ઊંઘમાંથી જાગી ગયા હતા.અને દરવાજો ખોલી જોતા ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો. જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. ભયભીત થયેલા મહેન્દ્રભાઈએ તુરંત પોતાના ઘરમાં ઘુસી ગયા હતા. થોડીવાર બાદ પણ અહીંયા આવતા આજ સ્થિતિ હતી.
ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકુવા અને દાગજીપૂર માંથી ગુરુવારના બપોરે અવકાશમાંથી પડેલા ગોળાએ જિલ્લામાં કુતુહલ અને ચર્ચાનું ચકડોળ ઉભું કર્યું છે.અચાનક ઉપરાછાપરી પૃથ્વી ઉપર પડેલ આ અવકાશી ઉપકરણ શુ છે ? અને તે કેવા ઉપગ્રહોનો ભંગાર છે કે પછી કોઈ વિદેશી દુશ્મનોની ચાલ આ વિશે નુકકડ ચર્ચાઓએ જિલ્લામાં અફવાઓનું બજાર ગરમ કર્યું છે.
ગુરુવારે આણંદ જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળો પરથી ગોળા જેવો અવકાશી પદાર્થ મળી આવ્યા બાદ આજે ખેડા જિલ્લામાંથી ગોળા જેવો પદાર્થ મળી આવ્યો હતો. બે જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ પદાર્થ મળી આવતા તંત્રએ ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ સેટેલાઈટમાંથી છુટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
