Homeગુર્જર નગરીયુવતીએ પ્રેમી સાથે બ્રેકઅપ થતા ભુવાની મદદ લીધી, જાણો પછી શું થયું...

યુવતીએ પ્રેમી સાથે બ્રેકઅપ થતા ભુવાની મદદ લીધી, જાણો પછી શું થયું ?

Team Chabuk-Gujarat Desk: યુવાનો પણ અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરવાના ચક્કરમાં ફસાઈ જતા હોય છે. આ રીતે લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી એક યુવતીએ બ્રેકઅપ બાદ પ્રેમીને પરત મેળવવા ભૂવાના ચક્કરમાં ફસાઈ હતી. આમ આ યુવતીએ પોતાના દાગીના ખોવાનો વારો આવ્યો છે. પ્રેમી તો ન મળ્યો પરંતુ દાગીના પણ છીનવાઈ જતા આખરે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર અહેવાલ મુજબ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે તે નોકરી પણ કરે છે. આ દરમિયાન તેને ઓફિસમાં સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થઈ ગયો અને બંને રિલેશનશીપમાં હતા. જો કે યુવકે કોઈ કારણે તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યુ હતું. પરંતુ યુવતી પ્રેમી સાથે જ રહેવા માગતી હતી. તેણે પ્રેમીને મનાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે માન્યો નહીં. એવામાં તે ભૂવાના ચક્કરમાં ફસાઈ હતી.

સોશિયલ મીડિયામાં યુવતીને જ્યોતિષ વિશે જાણ થઈ અને તે તેના સંપર્કમાં આવી. યુવતીએ ભૂવાને પોતાની સમસ્યા બતાવી જે બાદ તેણે પ્રેમી સાથે તેનો મિલાપ કરાવી આપવાનું વચન આપ્યું હતુ. પરંતુ આ માટે તેણે સોનાના દાગીના સાથે કેટલીક વિધિ કરવા કહ્યું અને યુવતી પણ તરત માની ગઈ. બાદમાં ભૂવાએ યુવતીને શાસ્ત્રીનગર મળવા બોલાવી અને તેણે પહેરેલા રૂ.80 હજારની કિંમતના સોનાના દાગીના વિધિના નામે લઈ લીધા. બીજા દિવસે યુવતીએ ફોન કરતા ભૂવાનો નંબર જ સ્વિચ ઓફ આવતો હતો. એવામાં તેને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા આખરે યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments