Homeગુર્જર નગરીમોરબીમાં ફરાળી લોટના ઉપયોગ બાદ 25 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

મોરબીમાં ફરાળી લોટના ઉપયોગ બાદ 25 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર

Team Chabuk-Gujarat Desk: રામનવમીના દિવસે લોકો ફરાળી લોટની વાનગી ભોજનમાં લેતા હોય છે. ત્યારે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા લોકોએ ફરાળીલોટમાંથી બનેલી ફરાળી વાનગી ખાધી હતી.બાદમાં 25 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોરબી શહેરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ કોઈએ શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કર્યા હતા. જોકે ફરાળી લોટને કારણે મોરબીમાં અનેક લોકોને ફૂડ પોઈઝનીંગ થયાનું સામે આવ્યું છે. જેથી કરીને 20થી વધુ લોકોને ઉલ્ટી તથા ચક્કર આવવા લાગ્યા હતા. જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પીટલ, નક્ષત્ર હોસ્પીટલ સહિતના સ્થળે લઈને આવ્યા હતા. જ્યારે એક મહિલાને વધુ સારવારમાં માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મામલે સવાલો ઉઠયા છે.મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી તો કાર્યરત કરી દેવામાં આવી છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તહેવાર પર ચેકિંગ કરવામાં આવ્યું કે નહીં તે સવાલ ઉઠે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments