Homeગુર્જર નગરીસુરતઃ ઘર બહાર સૂતેલી બાળકીને નરાધમ અપહરણ કરીને લઈ ગયો અને દુષ્કર્મ...

સુરતઃ ઘર બહાર સૂતેલી બાળકીને નરાધમ અપહરણ કરીને લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ફરી એક વખત માસૂમ બાળા સાથે દુષ્કર્મ થવાની ઘટના સામે આવી છે. ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મનું કૃત્ય આચર્યું છે. આરોપી બાળકીને અપહરણ કરીને પોતાના રૂમમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી તો આ ઘટનાને ભીનું સંકેલવાની ફિરાકમાં હતો પરંતુ રાત્રે 3 વાગ્યે બાળકી રડતી રડતી ઘરે આવી અને લોહીલુહાણ હતી ત્યારે પરિવારને સમગ્ર બાબતની જાણ થઈ હતી.

બનાવાની વિગતે વાત કરીએ તો, સુરતના વડોદના બાપુનગરમાં ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપી બાળકીને અપહરણ કરીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. આરોપીનો પ્લાન હતો કે ઘટનાની કોઈને જાણ ન થાય પરંતુ રાત્રે 3 વાગ્યે બાળકી રડતી રડતી ઘરે આવી અને લોહીલુહાણ હાલતમાં હતી ત્યારે પરિવારને જાણ થઈ હતી. બાદમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદ ગામનો બાપુનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર ગુરુવારે રાતે ઘરમાં સુઈ ગયો હતો. સાત વર્ષની બાળકી પિતાના મિત્ર અને ઘરમાં સાથે જ રહેતા યુવાન સાથે ઘરની બહાર લારી પર સૂતી હતી. મોડી રાત્રે બાપુનગરમાં પ્લોટ નંબર 308ની રૂમ નંબર 4માં રહેતો વિકૃત બાળકીનું મોઢું દબાવી અપહરણ કરીને તેના ઘરે લઈ ગયો હતો અને બાળકી ઉપર ત્રાસ ગુજારી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને બાળકીને રાત્રે ઘરની બહાર કાઢી મૂકી હતી. જ્યાં બાળકી રડતા રડતાં રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પહોંચી હતી. રડતા જોઇ લારી પર સુતેલા બાળકીના પપ્પાના મિત્ર જાગી ગયા હતા જેણે બાળકીના માતા પિતાને ઉઠાડ્યા હતા. બાળકીની પૂછપરછ કરતા આખી હકીકત સામે આવી હતી. બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે એક શખ્સે તેની બાળકી સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments