Team Chabuk-Gujarat Desk: અરવલ્લીના મોડાસા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. બે ટ્રક અને એક કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઇ છે. 1 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કાર્ય શરુ કરી દેવાયું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા આલમપુર ગામ પાસે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર થયા બાદ ટ્રકમાં કેમિકલ ભરેલું હોવાથી અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં જ આગ પ્રસરી ગઈ હતી. અકસ્માત અને આગની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાના પગલે ફાયર બ્રિગેડ સહિત પ્રશાસનને તુરંત જાણ કરવામાં આવી હતી અને બચાવ કાર્ય શરુ કરાયું હતું. એક ટ્રકમાં કેમિકલ ભરેલું હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડમાં મેજર કોલ જાહેર કરાયો હતો. સ્થળ પર પહોંચેલા ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં અંદાજે 6 લોકોના મોત થયા હોવાનું અનુમાન વ્યકત કરાયું છે. જેમાં એક વ્યક્તિનો મૃતદેહ બહાર કઢાયો છે. ઘટનાના પગલે જિલ્લાના અધિકારીઓ પણ સ્થળ પર ધસી ગયા હતા.બનાવના પગલે મોડાસા નડીયાદ હાઇવે પર ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો હતો જેથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને બંને તરફ 10 કિમી સુધી વાહનોનો ફસાયા હતા. હજુ પણ બચાવ કાર્ય ચાલુ જ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
