Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. એક બાળકીના નિધન બાદ તેના મૃતદેહને દફનાવી દેવાયો હતો. જોકે કોઈ ઇસમે દફનાવેલા મૃતદેહને બહાર કાઢી દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવતા હડકંપ મચી ગયો છે. જોકે જ્યારે પરિવારના સભ્ય સ્મશાનમાં ચણ નાખવા ગયા ત્યારે કઈ અજુગતું થયાનું લગતા પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે મૃતદેહને ફરી દફન કરવાનું સૂચન કર્યું હોવાના આક્ષેપ થયા છે. આ તરફ પરિવારના સભ્યો ફરી એકવાર મહિલાઓને સાથે રાખી સ્મશાને તપાસ કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ થયાનું ખૂલ્યું હતું. જે બાદમાં પોલીસે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મૃતદેહ સાથે દુષ્કર્મ નથી થયું.
શું છે સમગ્ર મામલો ?
થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણું હોવાથી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીની દફનવિધિ કરવામાં આવી હતી જે બાદ બીજા દિવસે બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારજનો ચોકી ઉઠ્યાં હતા. પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો હતા અને નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પરિવારે શું કહ્યું
પરિવારનું કહેવું છે કે, અમારી માસૂમ બાળકીને જન્મથી જ હૃદયમાં કાણું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તે બાળકીને મૃત જાહેર કરી હતી. જે બાદ દીકરીની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે આ બાળકીની લાશ કોઈ આવારા તત્ત્વોએ બહાર કાઢી હોવાનું જોવા મળ્યું હતું. તેમજ અસ્તવ્યસ્ત હાલતમાં ડેડબોડી મળી આવી હતી જેથી પ્રથમ દૃષ્ટિએ આ બાળકી સાથે કોઈ અજુગતો બનાવ થયો હોય તેવું લાગી રહ્યું હતું. જેને લઈ પોલીસ સ્ટેશને જતા પોલીસે અરજી આપવાની વાત કહી હતી. જોકે, અમને ઘટનાની ગંભીરતા દેખાતાં બહેનોએ બાળકીની ડેડબોડીનું ચેકઅપ કરતા આ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાયું હતું. જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે ડેડબોડી લઈ થાનગઢની આરોગ્ય કેન્દ્રમાં રજૂ કરતા ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ ડેડબોડીને રાજકોટ લઈ જવામાં આવી છે. સ્મશાનમાં ડેડબોડી સાથે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે અમારી માંગણી છે કે, જે પણ આવારા તત્ત્વો છે તેને ઝડપી લઈ અને તપાસ કરવામાં આવે.
જો કે, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રીપોર્ટ આવતા નવો જ ખુલાસો થયો છે. જેમાં બાળકી સાથે દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાળકીને કોઇ ઇજાના નિશાન પણ જોવા મળ્યાં ન હતા. જો કે, મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
