Homeગુર્જર નગરીવડોદરામાં યુવકની હત્યાથી ભયંકર રોષ, રાજસ્થાનથી બસ ભરાઈને આવી, પોલીસ સ્ટેશન બહાર...

વડોદરામાં યુવકની હત્યાથી ભયંકર રોષ, રાજસ્થાનથી બસ ભરાઈને આવી, પોલીસ સ્ટેશન બહાર રસોડુ શરુ કર્યું

Team Chabuk-Gujarat Desk: વડોદરામાં સાળા-બનેવીના અપહરણ બાદ બનેવીની હત્યાના કેસમાં પરિવારમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે. આ હત્યાની ઘટનામાં નાથયોગી સમાજ અને મૃતકનાં પરિવારજનો હરણી પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા અને ઝડપથી હત્યારાઓની ધરપકડ કરીને ફાંસીની સજાની માંગ કરી હતી. ગુજરાત અને ગુજરાત બહારથી આવતા સમાજના લોકો પોલીસ સ્ટેશન બહાર પહોંચી રહ્યા છે. જેથી તેમના માટે પોલીસ સ્ટેશન બહાર જ રસોડું શરૂ કરી દીધું હતું. હરણી પોલીસે આરોપી રાજુ ભરવાડ અને બેચર ભરવાડ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ અને FSLની ટીમો ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

નાથયોગી સમાજના અગ્રણી જગદીશનાથ યોગીએ જણાવ્યું હતું કે, અમારા સંબંધીઓનો અમને હજી સુધી મૃતદેહ મળ્યો નથી. અમારી માંગણી છે કે, ચારેય આરોપીઓને જલદીમાં જલદી પકડીને ફાંસીની સજા આપવામાં આવે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં, ત્યાં સુધી અમારાં ધરણાં ચાલુ રહેશે. રાજસ્થાન, અમદાવાદ અને મુંબઇથી અમારા સમાજના લોકો આવે છે. મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને લોકોએ કાલ રાતથી કંઇ ખાધું નથી. જેથી અહીં રૂપિયા એકત્ર કરીને રસોડું શરૂ કર્યું છે અને ખીચડી બનાવી રહ્યા છીએ.

આરોપીઓની શોધખોળ શરૂ કરી

હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે. વેકરિયાએ જણાવ્યું હતું કે બેટરી ચોરીનો આરોપ મૂકીને બેચર ભરવાડ અને રાજુ ભરવાડ સાળા-બનેવીને ઉઠાવી ગયા હતા અને બંનેને માર મારતા બનેવી રાજુનાથનું મોત થયું હતું. અમે બંને આરોપીઓના ફોટો જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.

વડોદરાના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ભંગારની દુકાન ધરાવતા સાળા-બનેવીનું અપહરણ કરી ગોંધી રાખી માર મારતા બનેવીનું મોત થયું હતું. બાદમાં સાળાને વાપી નજીક લઈ છોડી મૂક્યો હતો. બાદમાં વડોદરા આવી સાળા કૈલાશનાથ યોગીએ અજાણ્યા ભરવાડોએ અપહરણ કરી બનેવી રાજુનાથની હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. જેને લઇ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી અપહરણકારો અને મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments