Team Chabuk-Gujarat Desk: ગીર સોનાથ જિલ્લાના ઊના તાલુકાના ડમાસા ગામના જવાને તિરંગાની ચાદર ઓઢી લીધી છે ! અરૂણાચલ પ્રદેશમાં મરાઠા રેજિમેન્ટમાં પોતાની ફરજ દરમિયાન લાલજી બાંભણિયા નામના જવાન શહીદ થયા છે. શહીદ થયાના સમાચાર મળતા જ લાલજી બાંભણિયાના પરિવાર પર આભ તૂટી પડયું છે. તો સમગ્ર ઉના પંથકમાં પણ ગમગીન છવાઈ છે.

23 નવેમ્બરે (આવતીકાલે) સંપૂર્ણ સન્માન સાથે તેમની અંતિમયાત્રા નિકળશે. સોશિયલ મીડિયા પર મિત્ર, સ્વજન સહિતના હજારો લોકોએ વીરગતિ પામનારા જવાન લાલજી બાંભણિયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

તેમની અંતિમયાત્રા સવારના 11 વાગ્યાથી ડમાસા- કેસરિયા- શાહડેસર -ઉના -મહોદેશ્વરના માર્ગ પરથી પસાર થશે. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા NCC કેટેડ્સ, આર્મી ગૃપ ઉના, હિન્દુ સંગઠન ઉના, ગૌરક્ષક દળ સહિત મોટી સંખ્યામાં હાજર રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત