Homeગામનાં ચોરેPM મોદીને જીવનું જોખમ, દાઉદે બે આતંકવાદીઓને હત્યાની સોપારી આપી, ...

PM મોદીને જીવનું જોખમ, દાઉદે બે આતંકવાદીઓને હત્યાની સોપારી આપી, મુંબઈ પોલીસને મેસેજ મળ્યો

Team Chabuk-National Desk: મુંબઈ પોલીસને વ્હોટ્સએપમાં એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે મોદીને મારવા કાવતરું ઘડ્યું છે. આ મેસેજ પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના જીવનું જોખમ છે. મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલેલા ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમે મુશ્તાક અહેમદ અને મુશ્તાક નામના બે આતંકીઓને પ્રધાનમંત્રીને મારવાની સોપારી આપી છે. આ મામલે વરલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવામાં આવી છે અને મેસેજ મોકલનારની શોધખોળ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વર્ષે ઓગસ્ટમાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે સમયે એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓના સ્લીપર સેલમાં સામેલ 20 લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે તૈયાર છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્લીપર સેલ પાસે 20 કિલો આરડીએક્સ છે. ઈ-મેલ મોકલનારએ એવો પણ દાવો કર્યો હતો કે તેના આતંકવાદીઓ સાથે સંબંધ છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે તે આ ષડ્યંત્રના ખુલાસાથી બચવા માટે આત્મહત્યા કરી રહ્યો છે.

જૂન 2018માં, પોલીસે પૂણેની કોર્ટમાં એક પત્ર રજૂ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઓવાદીઓ રાજીવ ગાંધીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. પૂણેની વિશેષ અદાલતમાં સરકારી વકીલે આ માહિતી આપી હતી. ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે જાન્યુઆરીમાં ભીમા-કોરેગાંવમાં હિંસાના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ બાદ આ માહિતી સામે આવી હતી. તે સમયે એક પત્ર પણ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે કેસના એક આરોપી રોના જેકબ વિલ્સનના દિલ્હીના મુનિરકા ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ‘કોમરેડ પ્રકાશ’ને સંબોધિત પત્રમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં હાર છતાં 15થી વધુ રાજ્યોમાં ભાજપની જીત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments