Team Chabuk-Gujarat Desk: પોલીસ વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ફરી એકવાર સોનેરી તક આવી છે. રાજ્ય સરકારે રાજ્યમાં પોલીસ સંવર્ગની 27 હજાર 847 જગ્યાઓ ભરવાનો નિર્ણય કર્યો છે. જેની આગામી સમયમાં ભરતી પ્રક્રિયા થશે.
કોરોનાના કારણે મોકૂફ રાખેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજયના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27 હજાર 847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.19.9.2021ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષને જરૂરી આદેશ આપ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે.

આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત