Homeગુર્જર નગરીસગીરા પર દુષ્કર્મઃ “અંકલ મને એક્ટીવા શીખડાવવા લઈ ગયા હતા” આટલું કહીને...

સગીરા પર દુષ્કર્મઃ “અંકલ મને એક્ટીવા શીખડાવવા લઈ ગયા હતા” આટલું કહીને સગીરા માતા સામે ચોધાર આંસુએ રડી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક સગીરાને હવસખોરે પીંખી નાખી.  આરોપીની સગીરાની માતા સાથે મિત્રતા હતી પરંતુ માતાની પરપુરુષ સાથે મિત્રતાનું ગંભીર પરિણામ આવ્યું છે. આરોપીએ મિત્રતામાં દગો તો કર્યો પરંતુ સગીરાનું જીવન પણ બરબાદ કર્યું. જો કે, હવે આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

આરોપ છે કે, અમદાવાદના નારોલમાં પતિથી અલગ રહેતી એક મહિલાને આરોપી સાથે મિત્રતા થઈ હતી. પતિ સાથે બનતું ન હોવાનું બહાનું આપી મહિલા અલગ રહેતી હતી. આરોપીસાથે મિત્રતા કેળવાયા બાદ અવારનવાર આરોપ મહિલાના ઘરે આવતો હતો. જો કે, આ દરમિયાન તેની 14 વર્ષીય સગીરા પર નજર બગડી હતી. આરોપ છે કે, તાજેતરમાં જ આરોપી સગીરાને એક્ટીવા શીખવાડવા લઈ ગયો હતો. બાદમાં મકરબા ખાતે એક મકાનમાં લઈ જઈ ત્યાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં સાંજના સમયે આરોપી સગીરાને ઘરે પરત મુકી ગયો હતો. 

rps-baby-world-1

આરોપીના ઘરેથી જતાં જ સગીરા તેની માતની સામે ચોધાર આસુંએ રડવા લાગી હતી અને તેની આપવીતિ વર્ણવી હતી.  સગીરાએ તેની માતાને કહ્યું હતું કે, અંકલ મને એક્ટીવા શીખડાવવા માટે ફ્લેટ પાસે લઈ ગયા હતા અને ત્રણ ચક્કર મરાવ્યા હતા. બાદમાં અને મકરબા લઈ ગયા હતા. આરોપીએ મકરબા સ્થિત બંધ મકાનમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

advertisement-1

મળતી માહિતી મુજબ મૂળ બિહારની અને હાલ નારોલમાં રહેતી 36 વર્ષીય મહિલા એક 14 વર્ષની પુત્રી અને એક પુત્ર સાથે રહે છે અને  સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલાએ તેના પતિ સામે ઘીકાંટા કોર્ટમાં કેસ કર્યો હોવાથી તેનો પતિ સુરત ખાતે પાંચ વર્ષથી અલગ રહે છે. આ મહિલાને શહેરના જ ઘોડાસરમાં આવેલી પુષ્પક સોસાયટીમાં રહેતા કેતન નટવરલાલ પટેલ સાથે ત્રણેક વર્ષથી મિત્રતા થઈ હતી.આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મહિલાની ફરિયાદનના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments