Homeગુર્જર નગરીઅમદાવાદ: દુષ્કર્મ આચરી બેભાન કરી નગ્ન ફોટા પાડી લીધા અને અવાર નવાર...

અમદાવાદ: દુષ્કર્મ આચરી બેભાન કરી નગ્ન ફોટા પાડી લીધા અને અવાર નવાર હવસ સંતોષી

Team Chabuk-Gujarat Desk: મહિલાઓની છેડતીનાં કિસ્સા અને શોષણની ફરિયાદો હવે છાશવારે છાપે ચડી રહી છે. ત્યારે અમદાવાદમાં ટેલી કોર્સ શીખવાડતા દરમ્યાન મિત્રતા કેળવી સોનેરી સપના અને ભવિષ્ય બતાવવાની સાથે નોકરી પર રાખી લંપટે હવસની ભૂખ સંતોષવાનું કામ કર્યોનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.

આ ઘટના જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સાથે બની છે. ભાવેશ મહેતા નામનો શખસ દાણીલીમડામાં કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને ટેલીનો કોર્સ શીખવાડે છે. અહીં યુવતી ટેલીનો કોર્સ કરવા આવી હતી. લંપટ ભાવેશની તેના પર નજર બગડી હતી. ભાવેશે તેની સાથે સારી સારી વાતો કરી હતી અને બાદમાં નોકરી પર રાખી દઈશ. 12 હજાર પગાર ઉપરાંત આવવા જવાનું ભાડું અપાવવાની વાતો કરી હતી.

આ અંગેની જાણ યુવતીએ પોતાના માતા પિતાને કરી હતી અને યુવતીના માતા પિતા નોકરી કરવાની વાતની સખત વિરૂદ્ધમાં હતા, પણ ભાવેશ તેમના ઘરે ખાબક્યો હતો અને ત્યાં પણ વાતોના વડા કરી યુવતીના માતા પિતાને ભોળવી લીધા હતાં. આખરે માતા પિતાએ પણ યુવતીને નોકરી કરવાની ઈજાજત આપી દીધી હતી.

2019ની સાલમાં જુલાઈ માસથી યુવતી કામ પર લાગી હતી. આશ્ચર્યની વાત એ છે કે બે મહિના સુધી ભાવેશે યુવતી પાસે કશું કામ નહોતું કરાવ્યું. જોકે કોમ્પ્યુટરને લગતી કોઈ બાબતમાં ફરિયાદ હોય તો તે યુવતીને સાથે લઈ જતો હતો. આમ જ એક દિવસ બહાર ગ્રાહકો સાથે કામ પતાવી ભાવેશ ઓફિસમાં આવ્યો હતો. યુવતી પોતાનું કામ કરી રહી હતી. ભાવેશે દરવાજો બંધ કરી દીધો.

યુવતી કાંઈ સમજે તે પહેલા જ તેને સોફા પર સુવડાવી દીધી હતી અને એક બાદ એક કપડાં ઉતારવા લાગ્યો હતો. ભાવેશે યુવતી સાથે દુષ્કર્મ આચરતા યુવતી અર્ધબેભાન અવસ્થામાં આવી ગઈ હતી. યુવતીને જ્યારે ખબર પડી કે તેની સાથે શું થયું છે તો તેણે માતા પિતાને વાત કહેવાનું કહ્યું. જેની સામે ભાવેશે પોતાનું બ્રહ્માસ્ત્ર તૈયાર રાખ્યું હતું. તેણે યુવતીને તેના નગ્ન ફોટા પાડી લીધા હોય કોઈને વાત કરશે તો બદનામ કરી દેશે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

એ પછી મોકળું મેદાન મળી જતા ભાવેશે વારંવાર યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે યુવતીએ એક દિવસ માતા પિતાને આ અંગેની જાણ કરી દીધી હતી. પોલીસે આ અંગે બળાત્કારની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments