Homeગુર્જર નગરીજીરુંના ભાવે તમામ રેકોર્ડ તોડ્યાઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુંના જબ્બર ભાવ બોલાતા...

જીરુંના ભાવે તમામ રેકોર્ડ તોડ્યાઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુંના જબ્બર ભાવ બોલાતા ખેડૂતોમાં હરખની હેલી

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રમાં જીરુંના (cumin) પાકની આવક શરૂ થઈ છે. આજે ગોંડલ માર્કેટિંય યાર્ડમાં જીરુંના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગોંડલ યાર્ડમાં આજે હરરાજી દરમિયાન જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551/- રૂપિયા બોલાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આટલો ઉંચો ભાવ બોલાયો છે.

સૌરાષ્ટ્રના પ્રથમ નંબરના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડમાં ગોંડલ મોર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં જીરાના સૌથી વધુ ભાવ રૂપિયા 43,551/- બોલાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે સૌ પ્રથમ નવા જીરાની 80 કિલો જીરૂની આવક જોવા મળી હતી. જેમાં હરરાજીમાં શ્રીફળ વધેરીને મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી હતી. સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું. નવા જીરૂના મુહૂર્તના ભાવ 43,551/- રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. 

jeeru price

હરાજીમાં 4 મણ નવું જીરૂ આવ્યું હતું .એ નવા જીરૂનો મુહૂર્તનો 20 કિલો જીરૂનો ભાવ 43,551/- સુધીનો સાણથલીના ખેડૂત અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હારતોરા કરી પેંડા ખવડાવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.

જીરાના સારા ભાવ મળતા ખેડૂત રાજીના રેડ થઈ ગયા છે. મુહૂર્તના નવા જીરૂની હરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાથે આવા જ સારા ભાવો મળતા રહે તેવી ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments