Team Chabuk-Gujarat Desk: આજથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઇપણ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણના જતન કરવા માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. હવે ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ નહીં લઈ જઈ શકાય. પ્રતિબંધની આજથી જ અમલવારી શરૂ કરી દેવાઈ છે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે તંત્રએ 600 વેપારીને વોટર જગ આપ્યા છે. પ્લાસ્ટિકની જગ્યાએ હવે વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે.
મહત્વનું છે કે, પ્લાસ્ટિકની બોટલ સહિતની ડિસ્પોઝિબલ વસ્તુઓ યુઝ એન્ડ થ્રો હોવાથી લોકો તેનો યુઝ કરીને પર્વત પર ફેકી દેતા હોય છે. જેના કારણે સુંદર રમણીય પર્વત પર પ્લાસ્ટિકનો કચરો જમા થતો જાય છે. પર્યાવરણ અને આપણી કુદરતી સંપદાના જતન માટે અને આ સ્થળો પર સ્વચ્છતા જળવાય રહે માટે આ નિર્ણય કરયો છે.
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફુટની ઉંચાઈઓ ધરાવે છે.
ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. અહીં દર વર્ષે ગિરનારની પરિક્રમા યોજાય છે જેને લીલી પરિક્રમા કહેવાય છે. જેમાં દર વર્ષે લાખો લોકો જોડાય છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત