Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના દુદાપુર ગામે બોરમાં પડેલા બાળકને હેમખેમ બહાર કઢાયું, રેસ્ક્યૂમાં સેનાના...

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના દુદાપુર ગામે બોરમાં પડેલા બાળકને હેમખેમ બહાર કઢાયું, રેસ્ક્યૂમાં સેનાના જવાનો પણ જોડાયા, જુઓ વીડિયો

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામે આવેલ 500 ફૂટના બોરમાં વાડીના મજૂરી કામ કરતા મજૂરનું અઢી વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું. ત્યારે રાહતના સમાચાર મળ્યા છે કે આ બાળકને હેમખેમ બોરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે. બાળકને બચાવવામાં ફાયર બ્રિગેડ અને સેનાના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતાં પરિવારજનો અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આવા ખુલ્લા બોરમાં ખેતરમા રેહતા મજૂરના બાળકો પડી જવાના બનાવો બને છે. ત્યારે આવો જ એક બનાવ મંગળવારે દુદાપુર ગામે બન્યો હતો. જેમાં ગામના કાળુભાઈ રબારીના વાડીમાં વાડીના મજૂરનું આશરે અઢી વર્ષનું બાળક રાત્રે 8 વાગ્યે પડી ગયું હતું. આ બનાવના સમાચાર મળતા મામલતદાર એસ.એમ. ફળદુ પોલીસ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ આરોગ્યની ટીમ પોલીસ ઘટના સ્થળ દોડી ગયા હતા. જ્યાં 30 ફૂટ પર બાળક સલવાયું હોવાનું જણાયું હંતુ.

તપાસ કરતા બાળક 30 ફૂટે સલવાઈ ગયું હતું અને રડવાનો અવાજ આવતો હોવાનું જણાયું હતું. આથી બાળકને જીવિત રાખવા ઓક્સિજન આપવા માટેની કામગીરી શરૂ કરીને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. બાળકને બચાવવા માટે સેનાના જવાનોની પણ મદદ લેવાઈ હતી. ત્યારે અંતે બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવાયું છે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments