Team Chabuk-National Desk: બોલિવુડ અભિનેતા આમિર ખાનની એક જાહેરાત પર ભાજપે આપત્તિ વ્યક્ત કરી છે. આમિર ખાન CEAT ટાયરની એક જાહેરખબરમાં લોકોને રસ્તા પર ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે. જેના પર ભાજપના સાંસદ અનંત હેગડેએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના સાંસદે આમિર ખાનની જાહેર ખબર પર નિશાનો સાધતા કહ્યું કે, આ પ્રકારનો સંદેશો પાઠવનારી કંપનીઓને નમાજના નામ પર રસ્તાઓ જામ કરવા અને અજાન દરમિયાન મસ્જિદોમાંથી નીકળનારા અવાજો સંબંધિત સમસ્યાનું સમાધાન પણ કરવું જોઈએ. CEAT કંપનીના સીઈઓ અનંત વર્ધન ગોયનકાને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ હિંદુઓને નારાજ કરનારી વર્તમાન જાહેરખબર પર ધ્યાન આપે.
અનંત હેગડેએ પત્રમાં લખ્યું છે કે, તમારી કંપનીની હમણાંની જાહેરખબર, જેમાં આમિર ખાન લોકોને રસ્તાઓ પર ફટાકડા ન ફોડવાની સલાહ આપી રહ્યા છે. એક ખૂબ સારો સંદેશ આપી રહ્યો છે. સાર્વજનિક મુદ્દાઓ પર આપની ચિંતા માટે આપની સરાહના કરવાની જરૂર છે. હું તમને માર્ગોમાં આવનારી વધુ એક અડચણ અંગે સમાધાન કરવા અનુરોધ કરું છું. પ્રત્યેક શુક્રવાર અને અન્ય મહત્વપૂર્ણ તહેવારોના દિવસે નમાજના નામ પર મુસ્લિમો દ્વારા માર્ગો જામ કરી દેવામાં આવે છે.
હેગડેએ 14 ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં વધુમાં કહ્યું હતું કે, ભારતીય શહેરોમાં એક ખૂબ જ સામાન્ય નજારો છે. જ્યાં મુસ્લિમો વ્યસ્ત રસ્તાઓને જામ કરી દે છે અને નમાજ અદા કરે છે. એ સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે. તેનાથી પણ નુકસાન થાય છે.
અનંત હેગડે લખે છે, આજકાલ હિંદુ વિરોધી અભિનેતાઓનો એક સમૂહ હંમેશાં હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. જ્યારે કે તેઓ કોઈ દિવસ પોતાના સમયના ખોટા કામોને ઉજાગર કરવાની કોશિશ નથી કરતા. જેથી હું આપને આ વિશેષ ઘટના પર ધ્યાન દેવાનું કહું છું. આપની કંપનીની જાહેરાતે હિંદુઓમાં નારાજગી પેદા કરી છે. હેગડેએ આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ગોયનકાની કંપની હિંદુ ભાવનાઓનું સમ્માન કરશે અને તેની કોઈ પણ રીતે લાગણી નહીં દુભાવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત