ગોવાબાપા : ‘આજે કેમ પોલીસનું ઉપાડ્યું ?’
પોલીસો ગરબે રમ્યા. આમ તો હું આ મુદ્દો લેત જ નહીં ચાબુક પણ હવે શું કરું ? એક તો ગુજરાતની વાત અને એમાંય પાછું જુનાગઢના છોકરાવ છે. સાત સાત મહિનાથી ટ્રેનિંગ લેતા હતા. એટલે ટ્રેનિંગ પૂર્ણ થાય તો થોડો ઘણો ઉત્સાહ તો હોય જ. પણ હવે વીડિયો વાઈરલ થઈ જાય એટલે કંઈ કહેવાય નહીં. સામાન્ય દિવસોમાં વીડિયો વાઈરલ થયો હોત તો ચાલેત પણ એક બાજુ કોરોના છે અને બીજી બાજુ પોલીસોના ગરબે ઘુમવાના વીડિયો વાઈરલ થાય છે એટલે વાત તો ઉપર સુધી જ જવાની.
‘વાત શરુ ક્યાંથી થઈ ?’
હવે ચાબુક છે એવું કે જુનાગઢમાં દિક્ષાંત કાર્યક્રમ પહેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાત મહિનાથી થનાર પોલીસો ટ્રેનિંગ લેતા હતા. એટલે એમને પણ થયું કે હવે ગરબે ઘુમી લઈએ. એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલા તેઓ ગરબે ઘુમ્યા. સોશિયલ ડિસ્ટન્સ નહોતું. માસ્ક નહોતું. સરકારે બનાવેલા એક પણ નિયમ એમને લાગુ પડતા નહોતા. વાત મોટી એટલે થઈ ચાબુક, કારણ કે આ લોકો જ આવનારા સમયમાં સામાન્ય જનતાને નિયમોનું પાલન કરાવવાનાં છે. અને એમણે જ ગરબે ઘુમી લીધું. વીડિયો વાઈરલ થયો અને આખા ગામમાં ધજાગરા થયા.
હવે ગુજરાત રાજ્યના AGDP એ તો આ વીડિયોની ગંભીરતાપૂર્વક નોઁધ લીધી છે. ચાર દિવસમાં તપાસ પૂરી કરી રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.
હવે આ મુદ્દે જુનાગઢથી કોઈએ કંઈ કીધું કે નહીં એ પણ તને જણાવી દઉં. જુનાગઢના નાયબ પ્રિન્સિપાલ પ્રફુલ્લ વાણિયાએ જવાબ કંઈક એવો આપ્યો છે કે, આ લોકો સાત મહિનાથી એક જ જગ્યાએ હતા. કોઈને કોરોના નથી થયો. તબીબી ચકાસણી પર સમયાંતરે થતી રહેતી હતી. કાર્યક્રમ યોજાયો તેમાં પણ ફક્ત તાલીમાર્થીઓ જ હતા. એક પણ અધિકારી નહોતો.
‘આ તો બચાવ કર્યો કહેવાય.’
વાત બચાવની નથી. એમણે પણ જે સાચું હતું એ જ કહી દીધું. જો બહારથી કોઈ આવ્યું હોય ચાબુક અને અંદર લોકોના ટોળેટોળા ઉમટ્યા હોય તો સમજી શકાય કે ભંગ થયો છે. આ તો જે લોકો સાત મહિનાથી એક જ જગ્યાએ પેક છે એ જ લોકો મનોરંજન માણતા હતા. દરેક વાતના બે દૃષ્ટીકોણ હોય. આ વાતના પણ બે દૃષ્ટીકોણ બને છે. ત્યારે હાલો હવે જુનાગઢથી સીધા અમેરિકા.
ટ્રમ્પ આ બધું શું છે ?
ટ્રમ્પ સમર્થકોની તો તને ખબર છે ને ચાબુક ? તે જ લખ્યું હતું આજ સવારે.
હા. લોકશાહીની હત્યા કરી નાખી. કાળો દિવસ છે ગોવાબાપા કાળો દિવસ.
તમે જુવાનિયાવ કાળો દિવસ ક્યો બાકી અમે તો બોડી બામણીનું ખેતર જ કયે. જાણે ખેતર ઉપર કબ્જો મેળવવાનો હોય એમ ઘુસી ગયા. અંદર કેમ ટુ બીએચકેના ફ્લેટ બધાને મળવાના હોય કે પછી ઘરનું ઘર મળવાની વાતો થતી હોય. હવે ત્યાં સુધી તો બધાને ખબર છે ચાબુક કે ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ સુધી લાંબા થયા. એ પછી તો સુરક્ષાબળોએ સ્થિતિને કાબુમાં લીધી. જોકે હવે તાજા સમાચાર એ છે કે ટ્રમ્પ આખરે હાર માની ગયા છે અને સત્તા હસ્તાંતરણ માટે તૈયાર થઈ ગયા છે.
‘હું પણ એ જ વિચારતો હતો કે ચૂંટણી જોઈ બાઈડેન જીતી ગયા છે તો ટ્રમ્પ ખસતો કાં નથી.’
Congress accepts Electoral College result, which clears the way for Joe Biden (in file photo) to become president of the United States: Reuters pic.twitter.com/ZkppTthSbr
— ANI (@ANI) January 7, 2021
શરૂઆતમાં તો મનેય આમ જ લાગતું હતું અને આમ જ લાગ્યે રાખેત જો ટ્રમ્પના સમર્થકોએ આજે હલ્લો ન મચાવ્યો હોત. એટલે કે વોટિંગના 64 દિવસ બાદ બાઈડેન રાષ્ટ્રપતિ બનવાના છે. 20મી જાન્યુઆરીના રોજ તેઓ શપથ લેશે. હવે આજે કંઈ દેશમાં મોટું બન્યું નથી પણ મારા ખેતરમાં મોટું બની જાય એ પહેલા ભાગતો થાઉં છું.
‘શું થવાનું છે તમારા ખેતરમાં?’
‘હમણાં હમણાં રોજડાનો ત્રાસ વધી ગયો છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત