Team Chabuk-Gujarat Desk: દિવાળીના આગલા દિવસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે વાહનચાલકોને મોટી ભેટ આપી છે. પેટ્રોલ (petrol) અને ડીઝલના (diesel) ભાવમાં (price) મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડતાં ભાવમાં ઘટાડો થયો છે. નવો ભાવ વધારો આજથી લાગુ થઈ ગયો છે. ભાવમાં ઘટાડો થતાં વાહનચાલકોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી. જો કે નાગરિકોને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા જ્યારે ડીઝલ પર 10 રૂપિયા એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. ત્યારબાદ ગુજરાતમાં સરકારે પણ પેટ્રોલ ડીઝલમાં મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ પર 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
દિવાળીના દિવસે સરકારે પેટ્રોલ ડીઝલમાં મળેલી આપેલી છૂટના કારણે અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 95.16 રૂપિયા છે. પેટ્રોલમાં અંદાજે 12 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં નવો ભાવ 89.14 રૂપિયા થઈ ગયો છે. ડીઝલમાં અંદાજે 17 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડિઝલ પર 10 રૂપિયા એક્સાઇઝમાં ઘટાડો કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલ પર 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અલગ અલગ ઓઇલ કંપની પર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેટલાક પૈસાનું અંતર જોવા મળી શકે છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે.
CM Shri @Bhupendrapbjp has also decided to reduce VAT by Rs 7 on Petrol and Diesel in the state, effective from midnight today, resulting in overall reduction of Rs 12 in the price of Petrol and Rs 17 in the price of Diesel for Gujarat.
— CMO Gujarat (@CMOGuj) November 3, 2021
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝ ડ્યુટીમાં કરવામાં આવેલ ઘટાડાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડીને ભાવમાં લિટરે વધારાનો રૂપિયા 7નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનો સમગ્ર રાજ્યમાં આજે મધ્યરાત્રીથી અમલ શરૂ થઈ ગયો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત