Homeગામનાં ચોરેજવાનો સાથે દિવાળીઃ રાજૌરીમાં વડાપ્રધાને કહ્યું, આતંકવાદનો ખાત્મો કરવા કડક પગલાં લેવાશે

જવાનો સાથે દિવાળીઃ રાજૌરીમાં વડાપ્રધાને કહ્યું, આતંકવાદનો ખાત્મો કરવા કડક પગલાં લેવાશે

Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi) દર વર્ષે દિવાળીનો તહેવાર સેનાના જવાનોની (army jawan) સાથે ઉજવે છે. ત્યારે આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના પર્વે સેનાના જવાનોની વચ્ચે પહોંચ્યા છે. આ વર્ષે વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરના રાજૌરી (rajouri) જિલ્લામાં આવેલા નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી ઉજવવા (diwali celebration) પહોંચ્યા છે. સેનાના જવાનોને મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારતીય સેના મારો પરિવાર છે. અને પહેલાંની જેમ જ આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

દિવાળીના દિવસે જવાનોને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું કે, આઝાદી પછીથી આતંકવાદીઓ નૌશેરા પર નજર જમાવીને બેઠાં છે અને વારંવાર તેમના બદઈરાદા પાર પાડવા માટે અહીં હિલચાલ કરતા હોય છે. પણ સેનાના જાંબાજ જવાનોએ હંમેશા દુશ્મનોના દાંત ખાટા કર્યાં છે. ભારતીય સેનાના જવાનો પર દેશને ગર્વ છે. આગામી સમયમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર સંપૂર્ણ રીતે સેનાની સાથે છે. સેનાનું મનોબળ ઉંચું રાખવા માટે સરકાર તમામ સ્તરે પ્રયાસો કરતી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, હું અહીં વડાપ્રધાન તરીકે નથી આવ્યો, તમારા પરિવારના સભ્ય તરીકે આવ્યું છું. તમે તમારા પરિવારને મળો અને તમને જે લાગણી થાય તેવી જ લાગણી મને થઈ રહી છે. મેં દરેક દિવાળી બોર્ડર પર તહેનાત જવાનોની વચ્ચે ઉજવવાનું નક્કી કર્યું છે. આજે હું અહીંથી નવો ઉત્સાહ અને વિશ્વાસ લઈને જઈશ. આજે સાંજે હિન્દુસ્તાનનો દરેક નાગરિક દિવાળીએ એક દિવો તમારા પરાક્રમ, શૌર્ય, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવશે.

નૌશેરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંદેશો પાઠવતાં કહ્યું કે, આજે સાંજે સેનાના જવાનોની વીરતાને બિરદાવવા માટે એક દીવો પ્રગટાવીએ.

એકતરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકીવાદીઓની ગતિવિધિઓ વધી ગઈ છે ત્યારે વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરમાં દેશના જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા છે. દિવાળીના પર્વની વડાપ્રધાને દેશની જનતાને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ પહેલાં એટલે કે 2019માં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 અને કલમ 35એ હટાવવામાં આવી હતી. ત્યાર પછી વડાપ્રધાન દિવાળીની ઉજવણી કરવા રાજૌરી ગયા હતા. ત્યારે આ વર્ષે ફરી તેઓ રાજૌરી પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સેનાના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરે છે. અમુક વર્ષો પહેલાં તેમણે કહ્યું હતું કે, આપણી બોર્ડરો પર તહેનાત જવાનો આપણને સુરક્ષિત રાખે છે અને તેમના કારણે જ આપણે દરેક તહેવાર ઉજવી શકીએ છીએ. દર વર્ષે વડાપ્રધાન મોદી જવાનોની વચ્ચે પહોંચે છે અને તેમને મિઠાઈ ખવડાવે છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments