Homeગુર્જર નગરીત્રીજી લહેરમાં સુરત સિવિલે કરેલી કામગીરી જોઈને તમે પણ કહેશો, સેલ્યુટ કોરોના...

ત્રીજી લહેરમાં સુરત સિવિલે કરેલી કામગીરી જોઈને તમે પણ કહેશો, સેલ્યુટ કોરોના વોરિયર્સ

Team Chabuk-Gujarat Desk: કોરોના સમયમાં અનેક એવા અનસાઈન હિરોઝ છે. જેઓ આમ જનતાની સામે આવ્યા નથી પરંતુ તેઓ સતત પોતાના કામમાં રત રહીને લોકોની સેવા કરી રહ્યા છે. આવા જ કોરોના વોરિયર છે લેબોલેટરીમાં કામ કરતા ડોક્ટર અને ટેક્નિશિયનો.કોરોનાની ત્રીજી લહેરમાં સુરતની નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા છેલ્લા એક માસમાં ૧.૬૦ લાખથી વધુ RTPCR ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

રોજના સાત હજાર સેમ્પલની ચકાસણી

કોરોનાની ત્રીજી લહેરમાં રોજના 20 હજાર ક્યારેક 25 હજાર તો ક્યારેક 30 હજાર કેસ આવતા હતા. ઝડપથી કેસની ઓળખ થાય તે માટે સેમ્પલની ચકાસણી થાય તે જરૂરી છે. આથી ૧૦૬ જેટલા તબીબો અને ટેકનિશ્યનોએ રોજના ૭૦૦૦થી વધુ સેમ્પલની ચકાસણી કરતા હતા. આ સમયગાળા દરમિયાન આ એક-એક કર્મીઓ દ્વારા સતત દૈનિક ૧૨ થી ૧૫ કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી. કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ૨૪x૭ કામગીરી કરી રહ્યાં છે. તેઓની કામગીરી ત્રણ શિફ્ટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઈમ કરીને ૨૪ કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે.

જીવના જોખમે કામ

આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટર, સર્વન્ટ સહિતના ૧૦૬ કર્મયોગીઓ RT-PCR ટેસ્ટીંગ માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે, અને દૈનિક ૭૦૦૦થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે. દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે. જેથી માઈક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઈન્ટેઈન્સની જવાબદારી પણ વધી ગઈ છે, પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યાં છે.

ત્રણ શિફ્ટમાં કામ

માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે, લેબ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં જે રીતે કામગીરી કરી હતી, તેનાથી વિશેષ કામગીરી ત્રીજી લહેરમાં નિભાવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફ્ટવાઈઝ ફરજ અદા કરી છે. સમયસર કોવિડ-૧૯નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે, જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે.

ડિપાર્ટમેન્ટમાં ૪૯ ટેકનિકલ સ્ટાફ, ૧૦ સર્વન્ટ, ૧૮ ડોકટર, ૨૯ ડેટા ઓપરેટર મળી કુલ ૧૦૬ સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે. જેમાંથી ૧૨ જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા, અને તમામ સ્વસ્થ થઈને ફરી પાછા ડ્યુટીમાં જોડાઈ ચૂક્યા છે. ‘ટીમ ચાબુક’ આવા કોરોના વોરિયર્સને સેલ્યુટ કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments