Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે. કમોસમી વરસાદ એવો વરસી રહ્યો છે કે, જાણે શિયાળા બાદ સીધુ જ ચોમાસુ બેસી ગયું હોય. કમોસમી વરસાદના પગલે ભરઉનાળે નદીઓ વહેતી થવા લાગી છે, ચેકડેમ છલકાઈ રહ્યા છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ રહ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે. તો ક્યાક પાણીનો ધસમસતો પ્રવાહ લોકોનો જીવ પણ લઈ રહ્યો છે.
જૂનાગઢમાં કંઈક આવી જ ઘટના બની છે. જિલ્લાના માણાવાદર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે નદીનાળા છલકાયા અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ.આ સમયે માણાવદર તાલુકાના ચુડવા ગામે પાણીમાં રિક્ષા તણાઈ. જેમાં ત્રણ મહિલાના મોતની આશંકા છે. ચુડવા ગામમાં આવેલા વોકળામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. ત્યારે વોકળા પાસેથી પસાર થઈ રહેલી રિક્ષા અચાનક પાણી સાથે વહેવા લાગી હતી.
દુર્ઘટના વખતે રિક્ષામાં 12 મુસાફરો સવાર હતા. જેમાંથી 9 મુસાફરો પાણીના પ્રવાહમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ કમનસીબે 3 મહિલા પાણીનો પ્રવાહ તાણી ગયો હતો. બનાવની જાણ થતા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, લાપતા મહિલાઓ ઉપલેટા તાલુકાના લાઠ ગામની હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલાઓ ચુડવા ગામે મજૂરી કામ કરતી હતી. સાંજે મજૂરીએથી પરત ઘરે ફરી રહી હતી. જો કે, ઘરે પહોંચે તે પહેલાં જ તેમની સાથે દુર્ઘટના બની હતી. સ્થાનિક તરવૈયાઓને સાથે રાખીને લાપતા મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત