Homeગુર્જર નગરીધોરણ 10નું 82.56 ટકા પરિણામ, છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ધોરણ 10નું 82.56 ટકા પરિણામ, છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Team Chabuk-Gujarat Desk: ધોરણ 12 બાદ આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ (10th board exam result) જાહેર કરાયું છે. ધોરણ 10માં રાજ્યનું કૂલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અને 74.57 ટકા સાથે પોરબંદર જિલ્લામાં ઓછું પરિણામ નોંધાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ આવ્યું છે.

1389 શાળાનું 100 ટકા પરિણામ

રાજ્યભરમાં 2024માં ધોરણ 10માં કૂલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે રાજ્યભરનું કૂલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,60,451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 78,715 વિદ્યાર્થીઓ પાસ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા નોંધાયું છે. ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષાનું કૂલ પરિણામ 64.62 ટકા હતું એટલે કે આ વર્ષે ગત વર્ષ કરતાં 17.94 ટકા પરિણામ વધુ આવ્યું છે. આ વર્ષે કૂલ 1389 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે.

10th result

કુલ 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 78893 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 118710 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. 143894 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 134432 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ અને 72252 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 6110 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. આ વર્ષે પરિણામમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. ધોરણ 10માં વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ અને વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ www.gseb.org વેબસાઇટ પર જોઈ શકશે. વેબસાઈટમાં પોતાનો સીટ નંબર નાખ્યા બાદ પરિણામ જોઈ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments