Homeદે ઘુમા કેSRH vs LSG: બોલરોને ધોઈ નાખ્યા ! હૈદરાબાદની બેટિંગ આવી અને છગ્ગા...

SRH vs LSG: બોલરોને ધોઈ નાખ્યા ! હૈદરાબાદની બેટિંગ આવી અને છગ્ગા ચોગ્ગાનો વરસાદ થયો

Team Chabuk-Sports Desk: IPL 2024ની 57મી મેચ રૌમાંચક રહી. સનરાઈઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સને સિઝનનો સૌથી કડવો હારનો સ્વાદ ચખાડ્યો. 166 રનનો પીછો કરી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદે માત્ર 9 ઓવર અને 4 બોલમાં જ 167 રન બનાવીને મેચ જીતી લીધી. એ પણ એક પણ વિકેટ ગુમાવ્યા વગર. આમ તો, લખનઉ સામે હૈદરાબાદની આ પ્રથમ જીત છે પરંતુ આ જીતે ઈતિહાસ રચી દીધો છે.

હૈદરાબાદે 62 બોલ બાકી રહેતાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 9.4 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો.

ટ્રેવિસ હેડ 30 બોલમાં 89 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે ઓપનર બેટર અભિષેક શર્માએ પણ છગ્ગા ચોગ્ગાનો અભિષેક કર્યો હતો.

હેડ અને શર્મા બંનેના બેટમાંથી જાણે છગ્ગા ચોગ્ગાનો વરસાદ વરસ્યો હતો. ટ્રેવિસ હેડે 8 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. જ્યારે અભિષેક શર્મા 28 બોલમાં 75 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

SRH vs LSG

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420