Team Chabuk-Gujarat Desk: આજે હનુમાન જયંતીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. સમગ્ર ગુજરાત હનુમાનમય બન્યું છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા પહેરાવી 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે મંદિરમાં હજારીગલ ફૂલોનું દિવ્ય સુશોભન કરાયું છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ નિમિતે દાદાને સુવર્ણ વાઘા ધરાવી 50 કિલો ગુલાબના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિરને હજારીગલ ફુલો વડે દિવ્ય સુશોભન કરાયું છે. સવારે 5 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી તથા સવારે 7 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. સાથો સાથ દાદાનું બર્થ ડે સેલિબ્રેશન કરાયું હતું જેમાં 250 કિલોની કેક કાપવામાં આવી હતી. સમૂહ મારુતિ યજ્ઞનો પ્રારંભ કરાયો છે.


આજે હનુમાન જયંતી હોય સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. સાથે જ ભોજનાલયમાં મોટી સંખ્યામાં ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત