Homeદે ઘુમા કેIPL-2022નો કાર્યક્રમ જાહેરઃ તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી

IPL-2022નો કાર્યક્રમ જાહેરઃ તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી

Team Chabuk-Sports Desk: ક્રિકેટ રસીકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે IPL-2022ની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. IPL-2022 આગામી 26 માર્ચથી શરૂ થશે અને 29 મેના રોજ ફાઈનલ મેચ રમાશે. એટલે કે 26 માર્ચથી 29 મે સુધી આઈપીએલ રમાશે. શુક્રવારે યોજાયેલી IPL ગવર્નિંગ કાઉન્સિલમાં આ અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લીગ તબક્કાની તમામ 70 મેચ મહારાષ્ટ્રના અલગ અલગ સ્ટેડિયમમાં રમાશે. 55 મેચ મુંબઈમાં રમાશે અને 15 મેચ પુણેમાં રમાશે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અને ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં 20-20 મેચ રમાશે જ્યારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં 15 મેચ રમાશે અને બાકીની 15 મેચ પુણેના એમસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે. જો કે પ્લેઓફ મેચ ક્યાં યોજાશે તેની હજું સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તમામ 10 ટીમો વાનખેડે અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 4-4 મેચ રમશે જ્યારે પુણે અને બ્રેબોર્નમાં 3-3 મેચ રમશે.

વર્ષ 2011 પછી IPLના ઈતિહાસમાં પ્રથમ વખત 10 ટીમોએ ભાગ લીધો છે. જેથી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ-એમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને રાખવામાં આવી છે જ્યારે ગ્રુપ-બીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમને સ્થાન અપાયું છે. દરેક ટીમને પોતાના ગ્રુપમાં એકબીજા સામે બે-બે મેચ રમવી પડશે જ્યારે બીજા ગ્રુપની કોઈપણ એક ટીમ સાથે 2 મેચ અને બાકીની ટીમ સામે 1-1 મેચ રમવાની થશે. દરેક ટીમોએ 14-14 મેચ રમવાની રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments