Homeગુર્જર નગરીગીર સોમનાથ: નવાબંદરના દરિયામાં હજુ આ 8 માછીમાર લાપતા, આટલી બોટે લીધી...

ગીર સોમનાથ: નવાબંદરના દરિયામાં હજુ આ 8 માછીમાર લાપતા, આટલી બોટે લીધી જળસમાધિ

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના ઊનાના નવાબંદરમાં 10 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ જેમાં 12 જેટલા માછીમારો દરિયામાં ડૂબ્યા. 12 પૈકી 4 માછીમારોને બચાવી લેવાયા છે જ્યારે અન્ય 8 માછીમારો હજુ પણ લાપતા છે જેની શોધખોળ ચાલું છે. માછીમારો લાપતા થતાં તેમના પરિવારજનો ચોધાર આંસુએ રડી રહ્યા છે અને તેમને તાત્કાલિક શોધવા માગણી કરી છે.

માછીમારોના લાપતા બન્યાના અહેવાલને પગલે રાજ્ય સરકારે સતર્કતા દર્શાવી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ કામગીરી માટે ત્વરિત વ્યવસ્થા કરવાના આદેશો કર્યા છે. તંત્રએ કોસ્ટગાર્ડ અને NDRFની ટીમની મદદથી માછીમારોની શોધખોળ શરૂ કરી છે જો કે, કલાકો પસાર થઈ ગયા છતાં હજુ માછીમારોની કોઈ ભાળ મળી નથી. 10થી વધુ બોટ દરિયામાં સમાઈ જતાં બોટ માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે જેને લઈને સ્થાનિક આગેવાનો સરકાર સમક્ષ સહાયની માગણી કરી છે.

સાથે જ માછીમારોએ આરોપ પણ લગાવ્યો છે કે, તેમને આગમચેતીરૂપે કોઈ સૂચના આપવામાં આવી ન હતી.
આ મુદ્દે ઊનાના ધારાસભ્ય પૂંજા વંશે પણ સવાલો ઉઠાવ્યા છે. પૂંજા વંશે સવાલ કર્યા હતા કે, ભારે પવન ફૂંકાવાની આગાહી હતી તો શા માટે માછીમારોને ટોકન આપી દરિયામાં જવા દેવાયા ? તો ઊનાના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ અને સ્થાનિક આગેવાન હરિ સોલંકીએ પણ માછીમારોને સહાય મળે તેવી માગણી કરી છે.

કોણ લાપતા ?
⦁ સાગર જીતુ રાઠોડ, માણેકપુર
⦁ મોહન કાળુ સોલંકી, નવાબંદર
⦁ ભીમા ભીખા ચૌહાણ, નવાબંદર
⦁ નરસિંહ જીવા ચૌહાણ, નવાબંદર
⦁ જગદીશ દેવચંદ મકવાણા, નવાબંદર
⦁ કલ્પેશ રાણા સોલંકી, નવાબંદર
⦁ રામુદેવા બમ્ભનિયા, નવાબંદર
⦁ સોહિલ રહેમાન શેખ, નવાબંદર

કઈ બોટ લાપતા ?

  1. ગૌવરી નંદન
  2. ધનવંતરી
  3. શિવપ્રિયા
  4. હરિપ્રસાદ
  5. અલ ફેઝાન
  6. કૈલાસ સાગર
  7. વરુ પ્રસાદ
  8. હરિ પ્રસાદ
  9. અલ કબીર
  10. સૂર્યવંશી

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા બોટ એક બીજા સાથે અથડાઈને દરિયામાં સમાઈ ગઈ હતી. બોટ ઉપરાંત નવાબંદરના દરિયા કિનારે માછીમારોના પ્લોટમાં પણ ભારે નુકસાન થયું છે. પ્લોટમાં સુકવવા મુકેલી માછલીઓ પલળી જતાં માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરકાર આ માછીમારોને પણ સહાય આપે તેવી માગણી ઉઠી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments