Team Chabuk-National Desk: વિશ્વના 29 દેશોમાંથી 373 લોકોમાં કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રૉન મળી ચૂક્યો છે. જેમાં સર્વાધિક 183 લોકો દક્ષિણ આફ્રિકાના છે. આફ્રિકા માટે આ ખતરાની ઘંટી છે. દક્ષિણ આફ્રિકામાં બીટા વેરિએન્ટ 50 ટકા કેસમાં અને ડેલ્ટા વેરિએન્ટ 75 ટકા કેસ મળવામાં 100 દિવસ જેટલો સમય લાગ્યો હતો. જોકે ઓમિક્રૉન એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે 10 દિવસમાં 80 ટકા કેસ સામે આવવા લાગ્યા છે. જેથી તેને અન્ય વાયરસ વેરિએન્ટથી 500 ટકા ઝડપી માનવામાં આવી રહ્યો છે.
શા માટે ઝડપથી ફેલાય છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર માનવ કોશિકાઓ સાથે ચોંટવામાં મદદરૂપ થતું સ્પાઈક પ્રોટીન આ વેરિએન્ટમાં સૌથી વધારે શક્તિશાળી છે. જેથી તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેની મ્યુટેશનની ઝડપ પણ બેગણી હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર ઓમિક્રૉનના દરદીઓ હલ્કાથી ગંભીર શ્રેણીના કોવિડ-19 દરદીઓ બની રહ્યા છે. હંમેશાંની માફક સંગઠને કહ્યું છે કે હાલ વાઈરસની ઘાતકતા ઉપર નિષ્કર્ષ કરવું એ ઉતાવળિયું પગલું લેખાશે. જોકે દક્ષિણ આફ્રિકામાંથી મળી રહેલા શરૂઆતના ડેટામાંથી સંકેત પ્રાપ્ત થયા છે કે અહીં હોસ્પિટલમાં ભરતી થનારાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
ભારતમાં બે કેસ નોંધાયા
1 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સવારે 8 વાગ્યા સુધી ભારતમાં 37 આંતરાષ્ટ્રીય ફ્લાઈટ લેન્ડ કરી ચૂકી હતી. જેમાં 7,976 યાત્રીઓ મળ્યા હતા. જેમની આરટી-પીસીઆર તપાસ કરવામાં આવી છે. 10 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમના સેમ્પલ જીનોમ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બેમાં ઓમિક્રૉન વેરિએન્ટની પુષ્ટી કરવામાં આવી છે. આ બંને પુરુષ છે. એકની ઉંમર 66 જ્યારે બીજાની ઉંમર 46 છે. આ તમામના પ્રાથમિક અને સેકેન્ડરી કોન્ટેક્ટની શોધ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
