Homeગુર્જર નગરીરાજ્યના 17 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?

રાજ્યના 17 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?

Team Chabuk-Gujarat Desk: ચૂંટણી પહેલા રાજ્યના આઇપીએસ (IPS) અધિકારીઓની બદલીનો જાણવો નીકળ્યો છે આજરોજ દિવાળીના દિવસે જ રાજ્યના વધુ 17 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ભાવનગર રેંજ આઈજી અશોક યાદવની રાજકોટમાં આઈજીપી તરીકે બદલી કરાઈ છે. સંદીપસિંહની વડોદરાના આઈજીપી તરીકે બદલી કરાઈ છે. ગૌતમ પરમારની ભાવનગર રેંજ આઈજી તરીકે બદલી થઈ છે.

ડી.એચ.પરમારની અમદાવાદ રક્ષા યુનિવર્સિટીમાં બદલી કરવામાં આવી છે. એમ.એસ.ભરાડાની અમદાવાદ સેક્ટર-2 તરીકે બદલી કરવામાં આવી છે. ચિરાગ કોરડિયાની પંચમહાલ ગોધરા રેંજ આઈજી તરીકે બદલી કરાઈ છે. મનોજ નિનામાની વડોદરામાં ક્રાઈમ એન્ડ ટ્રાફિક ડિપાર્ટમેંટમાં બદલી થઈ છે. એ.જી.ચૌહાણની અમદાવાદ સિટીમાં એડિશનલ કમિશનર ઓફ ટ્રાફિક તરીકે બદલી થઈ છે. કે.એન.ડામોરની સુરતમાં એડિશનલ સેક્ટર-2 તરીકે બદલી કરાઈ છે. નિરજ બડગુર્જરની સેક્ટર-1 અમદાવાદ તરીકે બદલી કરાઈ છે.

ભારતના ચૂંટણી પંચે શનિવારે ગુજરાતના સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચે કમિશન દ્વારા નિર્ધારીત શરતો હેઠળ બદલી પોસ્ટિંગ સંબધિત અહેવાલ ફાઇલ ન કરવાના કારણે નોટિસ મોકલીને રિપોર્ટ માંગ્યો હતો. વિગતો મુજબ અધિકારીઓની સ્થિતિ સ્પષ્ટ કરવા કહેવાયું હતું કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં સમય મર્યાદા પૂરી થવા છતાં અહેવાલ શા માટે સબમિટ નથી કરવામાં આવ્યો. કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાત સરકારને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષથી સતત એક જિલ્લામાં ત્રણ વર્ષ પસાર કર્યા ય તેવા અધિકારીઓની બદલીનો નિર્દેશ આપ્યો હતો.

રાજ્યમાં ચૂંટણા પહેલા ઘણા વિભાગોમાં સરકાર દ્વારા બદલી કરવામાં આવી છે. તાજેતરમાં 76 ડીવાયએસપીની બદલી કરાઈ હતી. 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલી થઈ હતી. આ પહેલા મહેસૂલ વિભાગના 7 ડેપ્યુટી કલેકટરની બદલીનો આદેશ અપાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments