Homeગુર્જર નગરીઆકાશમાંથી ધરતી તરફ આવતી આ ચમકતો પદાર્થ શું છે ? વૈજ્ઞાનિકોએ આપ્યો...

આકાશમાંથી ધરતી તરફ આવતી આ ચમકતો પદાર્થ શું છે ? વૈજ્ઞાનિકોએ આપ્યો આ જવાબ

Team Chabuk-Gujarat Desk: સમગ્ર રાજ્યમાં પોણા આઠ વાગ્યે આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો.. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. તેજ ગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં ડર સાથે કુતૂહલ ફેલાયું હતું.

અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે. આ સંજોગોમાં આ અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા છે. વડોદરા, પાટણ, મહેસાણા, ડાંગ, મહુવામાં આ અવકાશીય પદાર્થ જોવા મળ્યો હતો. રોકેટ ગતિએ આકાશમાંથી અગન ગોળો પસાર થતો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.


વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. ધાબે ચઢેલા લોકોએ આ દ્રષ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા અને વીડિયો વાયરલ કર્યા હતા… પંચમહાલમાં આ દ્રષ્યો 45 સેકન્ડ સુધી જોવા મળ્યા હતા. જ્યારે પાટણમાં આશરે 35 સેકન્ડ સુધી નજારો જોવા મળ્યો હતો.​​​​​​

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments