Team Chabuk-Gujarat Desk: અત્યાર સુધી લવ જેહાદના કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જેમાં હિન્દુ યુવતીને લઘુમતિ કોમના લોકો ધર્મ પરિવર્તન કરાવે અને નિકાહ પઢે. લવ જેહાદ સામેનો નવો કાયદો આવ્યા બાદ પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો હતો તો બીજો કેસ વલસાડમાં નોંધાયો હતો. જોકે હવે જે થયું છે તે આનાથી તદ્દન વિપરિત છે. જ્યાં યુવતી મુસ્લિમ છે અને યુવક હિન્દુ છે. આ બેઉંએ લગ્ન કરી લીધા છે અને હવે રક્ષણની માગ કરી છે.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલ સૈયદવાડ ખાતે રહેતી વીસ વર્ષીય ફરમીનબાનુએ જિલ્લાના પોલીસ વડાને પત્ર લખીને મદદની ગુહાર લગાવી છે. તેણે કહ્યું છે કે, તેણે તેની મરજીથી લગ્ન કર્યા છે અને હવે તેને તેના પરિવારના લોકોથી ખતરો છે. પત્રમાં તેણે તેના પરિવારના લોકોના નામ સુદ્ધાંનો ઉલ્લેખ કર્યો છે.
17મી તારીખના રોજ યુવતી પોતાના પિતાનું ઘર છોડી આવી ગઈ હતી અને ઉત્કર્ષ પુરાણીની સાથે 19મી જૂનના રોજ લગ્ન કરી લીધા હતા. એ પછી તેને તેના પરિવાર તરફથી છુટ્ટા થઈ જવાનું વારંવાર કહેવામાં આવતું હોય યુવતીએ પોલીસ પાસે પત્ર લખી શરણ માગી છે.
તેણીના પતિને મારી નાખવાની ધમકી આપાઈ રહી હોવાનું પણ કહેવામાં આવ્યું છે. આવા માહોલમાં દંપતિ સલામત સ્થળે ચાલ્યા ગયા છે તેવો તેમની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવતીએ હિન્દુ ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને તે ખુશ છે તેવો તેણે વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો.
યુવતીને કોનાથી ખતરો છે?
| ક્રમ | નામ |
| 1 | પિતા મો. ફુરકાન સૈયદ |
| 2 | કૌટુંબિક મામા એઝાઝ સૈયદ |
| 3 | તાકીર સૈયદ |
| 4 | ફિરોઝ પઠાણ |
| 5 | સોહિલ |
| 6 | સદ્દામ સૈયદ |
| 7 | હમ્દાનઅલી સૈયદ |
| 8 | તૌસિફ સૈયદ |
| 9 | જમશેદ જોરાવરખાન પઠાણ |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત